________________
ઈલાચીકુમાર રાજા કહે, “પધારે નાયક ! તમને જોઈ બહુ આનંદ થયે. અહીં તમારી બધી વિદ્યા બતાવો. જો અમારું મન રીઝવશો તે તમને મોટું ઈનામ આપીશ.”
દરબારગઢના ચોકમાં ઈલાચીએ ખેલની તૈયારી કરવા માંડી. પ્રથમ જમીન સાફસૂફ કરી ને પછી ખેડયા વાસ. તેના પર દોરડાં બાંધ્યાં.
ચિકની ચારે બાજુ કનાત બંધાણી ને બેઠક ગોઠવાણી. તેમાં રાજા બેઠા, દીવાન બેઠા; શાહુકાર ને શ્રીમંત બેઠા. અધિકારીઓ પણ બધા એકઠા થયા. શું શેઠ, શું નકર ! શું નાનો, શું મોટો ! શહેર આખું ખેલ જોવા ભેગું થયું. રાજાની બધી રાણીઓ ઉપર ગોખમાં બેસી ગઇ.
ઇલાચીના દિલમાં ઉમંગને પાર નથી. બાર બાર વર્ષ સુધી કરેલાં આકરાં તપ આજે જરૂર ફળશે એ તેને દૃઢ વિશ્વાસ છે. તેણે સુંદર પિોશાક ધારણ કર્યો. ઇષ્ટદેવનું સ્મરણ કર્યું. પછી ચોકની વચ્ચે આવી પિતાને ખેલ શરૂ
કેવી રીતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com