________________
ઈલાચીકુમાર ને પિતાની કળા બતાવે છે. પેલી નટકન્યા પણ સાથે જ છે.
ઈલાચીને તેના પર અપાર પ્રેમ છે. જાણે જળ ને માછલી ! ચાતક ને મેહ ! એને જોયા વિના ઘડી ચેન પડતું નથીનટકન્યાને પણ તેના પર અપાર પ્રેમ થ છે. જેણે પિતાને માટે ઘરબાર છોડયાં, માતાપિતા છોડયાં, ધન વૈભવ છોડયા, તેના પર પ્રેમ કેમ ન થાય ? પણ હજી તેમનાં લગ્ન થયાં નથી. થાય તેમ નથી. ઇલાચી જ્યારે કેઈ રાજાને રીઝવી નાત જમાડે ત્યારે જ લગ્ન થઈ શકે એમ છે!
આ વાતને બાર બાર વર્ષનાં વહાણાં વીતી ગયાં. હવે ઈલાચીકુમાર રાજાને રીઝવી શકે એવી નટવિદ્યા શીખી ગયું છે. તેણે વિચાર કર્યો કે “લાવ, હવે બેનાતટ નગર જાઉં ને ત્યાંના રાજાને રીઝવું.” અને બધા નટે ગામનગર વટાવતા બેનાતટ નગરે ગયા.
: ૫: ઈલાચીએ રાજાની મુલાકાત લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com