________________
ઈલાચીકુમાર જાડું લફ કેડિયું પહેર્યું. રેશમી ધેતિયાને બદલે જાડો મજાને ચરણે પહેર્યો. માથેથી મૂલવંતી પાઘડી ઊતારી મેટું બધું ફીંડલ વીંટયું. ગળામાં નટ લેક જેવી માળા પહેરી. ગઈ કાલનો કોઠાધિપતિને પુત્ર આજે બરાબર નટ બની ગયે.
તેણે ધીમે ધીમે નટવિદ્યા શિખવા માંડી. ઊંધી ને ચત્તી ગુલાટો ખાવી. એકપગે કુદકા મારવા ને પગે વાંસ બાંધીને ચાલવું. આ કાંઈ જેવું તેવું કામ નહિ! પણ ઈલાચીના દિલમાં કામ શીખવાનો ભારે ઉમંગ છે. એટલે એક વરસમાં એ બધું શીખી ગયે. પછી શીખે દેરડાની રમત. કેવી સુંદર ! કેવી અદ્દભુત કોઈ પણ જાતના ટેકા સિવાય દેરડા પર ચાલ્યા જવું ને મોટા મોટા કૂદકા મારવા ! પગે શીંગડા કે જમૈયા બાંધીને રડા પર ચાલ્યા જવું. ત્યાર બાદ જનાવરોને લડાવવાની તથા બીજી પણ ઘણી રમતો શીખે.
ગામે ગામ તે નટ લેકે સાથે ફરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com