________________
ઈલાચીકુમાર ઇલાચી કહે, “એ કેવી રીતે ? હું તે છું વાણિયે ને તમે છે નટ.”
નટ કહે, “ શેઠ ! તમે ગમે તેવા પણ કાયરની જાત. ને અમે ગમે તેવા પણ સાહસિક. સાહસિકની કન્યા કાયરને ન મળે.'
ઇલાચી કહે, “ કઈ પણ રીતે તમારી કન્યા મને પરણા ખરા ?”
નટે કહ્યું: “હા. એક રીત છે. તમે પણ અમારા જેવા નટ બને. અને અમારી વિઘામાં કુશળ થાઓ. પછી ખેલ કરીને કોઈ રાજાને રીઝે. તે જે ભેટ આપે તેનાથી અમારી નાતને જમાડે તે અમારી કન્યા આપીએ.’
ઈલાચી કહે, “ કબૂલ ! કબૂલ ! હું તે પ્રમાણે કરીશ ને તમારી કન્યા પરણીશ.'
રાત પડી. સહુ જીવજંત જંપી ગયાં. સઘળું સુરસુનાકાર થઈ ગયું.
ઈલાચી એ વખતે ઊયો. કપડાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com