________________
ઇલાચીકુમાર
ધનવ્રુત્ત શેઠે પૂછ્યું : ‘ ઈલાચી ! છે શું? આજે તું આટલા બધા દિલગીર પ્રેમ ! ' તેણે દિલ ખોલીને વાત કરી ‘પિતાજી ! ગામમાં નટ લાક રમવા આવ્યા છે. તેમને એક જુવાન કન્યા છે. અહા ! શું તેનું રૂપ તે મને પરણાવેા.’
"
ધનદત્ત શેઠ કહે : • ગાંડા ! આવી લત તે કર્યાંથી લાગી ? નટડીને તે આપણા ધરમાં ધલાય ? કર્યાં આપણી નાત ! કર્યાં નટની નાત ! આપણી નાતમાં ધણી કન્યાઓ છે. તેમાંથી તું કહે તેને પરણાવું, ’
પિતાના આવા વિચાર સાંભળી ઈલાચી કાંઇ મેલ્યા નહિ.
સાંજે ખાધું ન ખાધું ને ઊઠી ગયા. રાતે નટને છાનામાના બેાલાવ્યા અને વાત કરી: ' માગે। તેટલું ધન આપું પણ તમારી કન્યા પરણાવેા. ’
"
નટ કહે, અન્નદાતા ! કન્યાને અમે વેચવા નથી લાવ્યા. ધન તે। આજ છે તે કાલ નથી. કાંઈ રતન જેવી દીકરી એમ અપાય ? વળી તમને કન્યા આપીએ તે અમારા કુળને એમ લાગે. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com