________________
ઈલાચીકુમાર
ધનદત્ત શેઠ તેમાં રહે છે. તેને એક નવજુવાન દીકરે છે. તેનું નામ ઇલાચી.
નટને મેડી નીચે રમતાં જોઈ ગોખમાં ડકિયું કર્યું.
ત્યાં શું જોયું ?
એક નટે પગે જમૈયા બાંધ્યા છે. બે હાથે વાંસ પકડ છે ને દેરડા પર ચાલી રહ્યો છે. નીચે નટનું ટોળું “ એય ભલા ! એય ભલા !” બોલી રહ્યું છે. એ ટોળામાં એક નવજુવાન કન્યા છે. રૂપ રૂપને તે ભંડાર છે.
ઇલાચી તેને જોતાંજ ઠરી ગયે. આ તે દેવી હશે કે અપ્સરા! આવું રૂપ તે મેં કઈ દિવસ જોયું જ નથી. ઈલાચી તેને ધારી ધારી જેવા લાગે. અને મનમાં નક્કી કર્યું કે પરણું તો આ કન્યાને જ પરણું.
જમવાને સમય છે પણ ઈલાચી આવે નહિ. ધનદત્ત શેઠ તપાસ કરવા ઊઠયા કે ઇલાચી કયાં છે ?
ભાઈ એક ખૂણામાં જેમ તેમ સૂતા છે. મેટું તદ્દન ઊતરી ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com