________________
૧૬
ચંદનબાળા
અહા ! કેટલો આકારે નિશ્ચય !
નગરમાં રાજરાણું ને સહુ લેક ઈચ્છે છે કે હવે ગીરાજને પારણું થાય તે સારું.
તેઓ આજે પણ નગરમાં ભિક્ષા માટે આવેલા છે. ચંદના ઉપર પ્રમાણે વિચાર કરે છે ત્યાં તો ગીરાજ પધાર્યા. તેમણે જોયું તો બધી શરતે બરાબર પણ એક શરત અધુરી. ચંદનાની આંખમાં આંસુ નહિ એટલે તે પાછા ફર્યા.
ચંદનબાળાએ જોયું કે અતિથિ આવીને શિક્ષા લીધા વિના પાછા જાય છે એટલે તેને ઘણું જ દુખ થયું. આંખમાં આંસુ લાવીને બોલવા લાગી “કૃપાનાથ! પાછા કેમ જાઓ છો? મારા પર કૃપા કરે ! આ અડદના બાકળા ગ્રહણ કરે ! શું મને આટલે લાભ નહિ મળે?” તે ગીરાજે જોયું કે ચંદનાની આંખમાં આંસુ છે એટલે એમણે પિતાને હાથ લાંબો કર્યો. ચંદનાએ તેમને અડદના બાકળા વહરાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com