________________
ચંદનબાળા
ચંદનબાળા બરાબર જવાન થઈ. રૂપાળી તે હતી જ અને જુવાન થઈ એટલે તેનું રૂપ ખૂબ ખીલ્યું.
આ જોઈ મૂળા શેઠાણી વિચારવા લાગ્યાઃ “શેઠ આને દીકરી કરીને રાખે છે પણ તેના રૂપથી મોહિત થઈને જરૂર તેને પરણશે. અને જો તેમ થાય તો મારૂં જીવતર ધૂળ મળ્યું.” આવા આવા વિચારોથી મૂળા શેઠાણ ચિંતામાં પડ્યાં.
ગ્રીષ્મ ઋતુ આવી છે. માથું ફાડી નાખે તે તાપ પડે છે. ધૂળના ગોટેગોટ ઉડે છે. અંગારા જે પવન ફૂંકાઈ રહ્યો છે. બિચારાં પશુપક્ષીઓ પણ તાપથી ત્રાસ પામી રહ્યાં છે.
આવા વખતમાં તાપથી કંટાળીને શેઠ ઘેર આવ્યા. આમતેમ જોયું પણ પગ ધનારા કોઈ નોકર હાજર નહિ. ચંદનબાળા આ વખતે ત્યાં ઉભી હતી. તે સમજી ગઈ. ખૂબ વિનીત હોવાથી જાતે પાણી લાવી પિતાના પગ ધોવા લાગી. પગ જોતાં તેને કાળ ભમ્મર એટલે છૂટી ગયે ને નીચે કાદવમાં પડયો. શેઠે જોયું કે ચંદનાને ચોટલે કાદવમાં પડે છે એટલે તેને લાકડીથી ઊંચે કર્યો ને પ્રેમથી બાંધી લીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com