________________
૧૦
ચંદનબાળા
આમ વિચારી તેમણે મેં માગી કિસ્મત આપી વસુમતીને ખરીદી લીધી.
ધનાવહ શેઠે પૂછ્યું: “અરે બહેન ! તું કોની પુત્રી છે?”
વસુમતીને આ સાંભળી અત્યંત દુઃખ થયું. પિતાનાં માતાપિતા નજર આગળ તરવા લાગ્યાં. કયાં ચંપાનગરીની રાજકુંવરી? ક્યાં કૌશામ્બીના રાજયમાગમાં વેચાયેલી દાસી? તે કંઈ જવાબ આપી શકી નહિ.
ધનાવહે જાણ્યું કે આ બાળાનું કુળ ખુબ ઉંચું હશે. એટલે તે કહી શકતી નથી. બિચારીને આ સવાલથી ખૂબ દુઃખ થયું જણાય છે. એટલે તેમણે ફરીથી એ સંબંધી કાંઈ પૂછ્યું જ નહિ.
ઘેર આવી પિતાની સ્ત્રી મૂળાને કહ્યું “પ્રિયા ! આ આપણી પુત્રી છે, એને બરાબર રાખજે.” મૂળ તેને સારી રીતે રાખવા લાગી.
વસુમતી અહીં ઘર ગણીને જ રહેવા લાગી. પિતાનાં મીઠાં વચનોથી ધનાવહ શેઠને તથા બીજાઓને આનંદ આપવા લાગી. એનાં વચને ચંદન જેવાં શીતળ હતાં એટલે શેઠે તેનું નામ પાડયું “ચંદનબાળા.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com