________________
ચંદનમાળા
આ સાંભળતાંજ ધારિણીને માથે જાણે વીજળી પડી. તે વિચારવા લાગી: “અહો ! કયું મારું કુળ ! કા મારા ધર્મ ! આજ મારે આવું સાંભળવા વખત આવ્યા ! ધિક્કાર છે એ જીવ! આવા અપવિત્ર શબ્દ સાંભળવા કરતાં આ શરીરને છેાડી ક્રમ ચા જતા નથી ? શીયળભંગ કરીને જીવવા કરતાં અત્યારેજ મરી જવુ હજાર દરજજે શ્રેષ્ટ છે.”
७
આવા વિચાર કરતાં ધારિણીના હૃદયપર ખખ અસર થઈ. તે શખ થઈને ધરણી પર ઢળી પડી.
આ જોતાં જ વસુમતી ચીસ પાડી ઉઠી “આ માતા ! એ વહાલી માતા ! ભર જંગલમાં મને જમના હાથમાં મૂકી કયાં ચાલી ગઈ? રાજ રાળાયું ને બંધનમાં પડી ત્યાં મારે તારાજ આધાર હતા. તે તું પણ આજ ચાલી ગઇ !” એમ વિલાપ કરતાં તે બેભાન થઈ ગઈ. પેલા સાંઢણીસવારે આ જોઇ વિચાર્યું: “ મારે “ આવા શબ્દો આ ખાઈને નહેાતા કહેવા જોઈતા. પણ ખેર ! હવે આ કુંવરીને તે કાંઇજ ન કહેવુ, નહિતર એ પણ એની માની માફ્ક મરણ પામશે.” આમ વિચારી તે વસુમતીની આગતાસ્વાગતા કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com