________________
તે
પછી ધારિણી ને વસુમતીનુ શુ થયુ ? નગરમાંથી બહાર નિકળી ગયાં. પણ એવામાં શતાનિક રાજ્યના એક સાંઢણીસવારે તેમને જોયાં. તેણે ખૂબ રૂપાળાં માદીકરીને જોઇ વિચાર કર્યાં કે ચ’પાનગરીમાંથી લેવા જેવી વસ્તુઓ તે આ છે ! એટલે બનેને પકડયાં ને બાંધીને બેસાડયાં સાંઢણી
ઉપર.
સાંઢણી મારી મૂકી.
ચંદનમાળા
:3:
સાંઢણી ઝપાટાબંધ રસ્તા કાપી રહી છે. નથી ગણતી નદી નાળાં. નથી ગણતી જાળાંઝાંખરાં. પવનવેગે રસ્તા કાપતી તે એક ધાર જંગલમાં આવી. બિહામણાં ત્યાંનાં ઝાડા, બિડામણેા ત્યાંના રસ્તા. માણુસ તે કાણ ત્યાં નજરે પડે ? પશુ પંખી હરે ફરે ને મા કરે !
અહીં ધારિણીએ પૂછ્યું: “ તમે અમને લઈ જઈને શું કરશેા ?''
સવારઃ “ અરે ભાઈ ! તુ' કાઇ વાતની ચિ'તા કરીશ નહિ. તને સારું સારું ખવડાવીશ, સારું' સારુ પહેરાવીશ અને મારી સ્રી બનાવીશ. ’’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com