________________
ચંદનબાળા
ખર ! આ રાજ મહેલના સુખવૈભવચાર ઘડીનાં ચટકા છે. ક્યાંથી હેય ત્યાં એ શાંતિ જે જિનેશ્વર દેવના મુખ ઉપર દેખાય છે ! અહે! તેમના નામ માત્રથી દુઃખના દરિયામાં ડૂબેલાને પણ શાંતિ મળે છે. બેટા! એમનું પવિત્ર નામ કદી વિસરીશ નહિ.”
આમ માદીકરીની મીઠી મધુરી વાત થાય, પછી ઘેર આવી સારું સારું વચે ને આનંદમાં વખત પસાર કરે.
: ૨ : એક વખત રાજારાણું વહેલાં ઊઠી ઈષ્ટદેવનું મરણ કરે છે. ત્યાં સિપાઈએ દોડતા આવ્યા ને નમકાર કરીને હાંફતા હાંફતા કહેવા લાગ્યા “મહારાજ! મહારાજ ! કૌશામ્બીના રાજા શતાનિકનું લશ્કર ચડી આવ્યું છે. અમે નગરના દરવાજા બંધ કરી દીધા છે. હવે ફરમાવો આજ્ઞા !”
રાજા કહે, “વગાડ લડાઈનાં નગારાં ને થાઓ લડવા તૈયાર.”
ધીનધીન, ધનધન, લડાઈનાં નગારાં વાગવા લાગ્યાં. જોતજોતામાં સહુને જાણ થઈ કે નગરને ઘેરે ઘેલા છે એટલે લડવાને તૈયાર થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com