________________
ચંદનબાળા
તે લખતાં શિખી, વાંચતાં શિખી. ગણિત શિખી, ગાતાં શિખી. ફળફૂલ ઉછેરવામાં તે ખૂબ હોંશિયાર થઈ. વીણું સારંગી વગાડવામાં તે તેની જોડ જ નહિ.
પછી તેના માટે ધમપંડિત રાખ્યા. તેમની પાસેથી વસુમતીએ ધર્મસંબંધી ઊંડું જ્ઞાન મેળવ્યું. એક તે પૂર્વભવની સંસ્કારી ને તેમાં સગુણ માતાપિતા મળ્યાં. વળી શિખવાની રુચિ ને શિખવનાર હોંશિયાર. એટલે વસુમતીને વિકાસ ઘણો જ થ.
તે હંમેશાં વહેલી ઊડી જિનેશ્વરનું નામ લે, પછી માતાની સાથે પ્રતિક્રમણ કરે. જ્યાં પ્રતિક્રમણ પૂરું થાય ત્યાં તે જિનમંદિરના ઘંટ સંભળાય. એટલે માતાપુત્રી બંને ચેકખાં વસ્ત્ર પહેરીને મંદિર જાય. ત્યાં ભાવથી વંદન કરે અને વસુમતી પિતાની માતાને કહેઃ “ બા ! કેવું સુંદર સ્થળ છે! આપણા રાજમહેલમાં તો બધે ધમાલ ને દેડાદોડ જ, ત્યારે અહીં કેવી પરમ શાંતિ છે ! મને તે એમજ થાય છે કે અહીં જ બેસી રહું ને શાંતિના સાગર જેવી આ પ્રતિમાના દર્શન કર્યા જ કરું.''
એ સાંભળી ધારિણી કહે, “બેટા વસુમતી ! ધન્ય છે તને કે આવી ભાવના ઉત્પન્ન થાય છે. ખરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com