________________
ચંદનબાળા
: ૧ : ચંપાનગરીનાં રાજારાણી બહુ ભલાં. દલિવાહન રાજાનું નામ, ધારિણી રાણીનું નામ. ભાંગ્યાના તે ભેરુ ને પ્રજાના તે પાળનાર. તેમના રાજયમાં બધે આનંદ વતે. નહિ ચેરચખારને ભય. નહિ અધિકારીને ત્રાસ. ગંગાજી બારે માસ રેલે ને ફળફૂલના અંબાર કરે. દુકાળનું તે ત્યાં નામજ નહિ.
એમને ઘેર દેવી જેવી એક દીકરી અવતરી. કમળ એની કાયા ને અમૃત શી એની વાણી. એને જોતાં આખ ધરાયજ નહિ. નામ એનું વસુમતી.
વસુમતી સેનાની પૂતળીએ રમતી મોટી થઇ. માબાપને તે ખૂબ વહાલી. સહિયરને તે જાણે પ્રાણ.
માબાપે જાણ્યું કે વસુમતી હવે ખૂબ સમજણી થઈ છે એટલે તેના માટે શિક્ષકો રાખ્યા. તેમની આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com