________________
રાણું ચલ્લણ વિચારી તેમણે પોતાની પાસે છુપાવી રાખેલું હળાહળ ઝેર ખાધું ને તત્કાળ મરણ પામ્યા.
કૃણિક આવીને જુએ તો પિતાનું મડદું. તે વિચારવા લાગે “અરરર ! આ શું! પિતાની છેલ્લી મુલાકાત પણ ન થઈ. મને જ્યારે ભૂલ જણાઈ ત્યારે પિતાજી ચાલ્યા ગયા. હા! હું જ મહાદુષ્ટ કે પિતાને કમતે મરવું પડ્યું. પણ હવે શું થાય?' તેને ખૂબ શેક થે.
ચેલણાને જાણ થઈ કે શ્રેણિક ઝેર ખાઈ મરણ પામ્યા. એટલે તેને પારાવાર દુઃખ થયું. તે ખૂબ શેક કરવા લાગી. પણ એવામાં પ્રભુ મહાવીર પધાર્યા. તેમની અમૃતવાણી સાંભળી એટલે તેનું મન શાંત થયું અને તેને સમજાયું, “જ્યાં મેહ છે ત્યાં જરૂર શોક છે. માટે મેહ છોડયા વિના શકકે દુઃખ કદી ઓછાં નહિ થાય. એટલે તેણે સઘળે મેહ છોડી દીધું અને સાધુજીવનની પવિત્ર દીક્ષા લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com