________________
રાણી ચેલણ વહેમ લાવીશ નહિ.” શ્રેણિકને પ્રભુના વચનમાં પુરી શ્રદ્ધા હતી એટલે તે સમજયા કે પિતે ભારે ભૂલ
કરી છે.
તે ઉતાવળા ઉતાવળા ગામમાં આવ્યા. ત્યાં અભયકુમાર સામે મળ્યા. તેમને એકદમ શ્રેણિકે પૂછ્યું:
અભય શું કર્યું?” અભય કુમાર કહે, “બરાબર આપની આજ્ઞા ઉઠાવી છે. શ્રેણિક કહે, “અરે મૂર્ખ મારો અવિચારી હુકમ અમલમાં કેમ મૂક્યો? તારી માતાઓને બળતાં તારો જીવ ભલે ચાલ્ય!” અભયકુમારે જાણ્યું કે પિતા પિતાની ભૂલ સમજયા છે. એટલે તેણે બધી હકીક્ત જાહેર કરી.
હવે ચેલણ પર શ્રેણિકને વધારે પ્રેમ થે. તેના માટે સુંદર મહેલ બાંધે. સુંદર બગીચો બનાવ્યું. બંને જણ આનંદથી ત્યાં રહેવા લાગ્યાં.
ફણિક મટે થયે એટલે તેને ગાદીએ બેસવાની ખૂબ ઈચ્છા થઈ. શ્રેણિક તેનેજ ગાદી આપવાના હતા પણ કણિકને તેમનાં જીવતાજ ગાદી લેવી હતી. એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com