________________
૧૫
શ્રી રીખવદેવ
માણસે કહે, “ તમે અમારા રાજા.”
રીખવદેવ કહે, “પિતાની રજા સિવાય રાજા ન થવાય. તમે પિતાજી પાસે જઈને વિનંતિ કરો! એ કહે તેમ કરીશ.”
આથી બધા નાભિ કુળકર પાસે આવ્યા ને વિનંતિ કરી. નાભિ કુળકર કહે, “ભલે, રીખવદેવ તમારે રાજા થશે.”
પિતાની રજાથી રીખવદેવ રાજા થયા. તેઓ સહુથી પહેલા રાજા થવાથી આદિનાથ કહેવાયા.
અત્યાર સુધી લોકો જંગલમાં છુટાછવાયા રહેતા, પણ રીખવદેવ રાજા થયા એટલે એક સુંદર શહેર વસ્યું. શહેરના ફરતે મજબુત કેટ થયા. અંદર મોટાં મોટાં મકાનો ને મોટી મેટી શેરીઓ થઈ મેટી મોટી બજારે બંધાઈ ને મોટા મોટા ચોક બન્યા.
આ પ્રમાણે ઠેર ઠેર ગામ વસ્યાં, ને પુરપાટણ થયાં. જોતજોતામાં દેશમાં સઘળે સુધારે ફેલાયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com