________________
રાણી ચલણા
૧૩
ચેલણાને બીજા પણ બે પુત્રો થયા. એકનું નામ હલ્લ અને બીજાનું નામ વિલ. એ ત્રણે ભાઇ આનંદે ઉછરતાં મોટા થવા લાગ્યા.
: ૭ :
એક વખત રાજા રાણી સૂતાં હતાં. શિયાળાની રાત. ટાઢ કડકડતી પડે, એટલામાં ચલણાના હાથ સેડમાંથી બહાર નીકળી ગયા. એક તા કામળ હાથ ને તેમાં કડકડતી ટાઢ. એટલે એકદમ તેને પીડા થઈ. પણ તેજ વખતે તેને એક વિચાર આવ્યેઃ એક મુનિરાજ અત્યારે નદી કિનારે ઉભા છે. તેમણે એક પણ કપડુ એાઢયું નથી. આવી ટાઢમાં એમનું શું થયું હરશે ?
છેલ્લું વાક્ય માટેથી એલી જવાયું. બરાબર તેજ વખતે શ્રેણિક રાજા જાગતા હતા. તે સાંભળી વિચારવા લાગ્યા : આ ચેક્ષણા અત્યારે કાના વિચાર કરે છે! જરૂર એનું મન બીજા કાઈમાંછે. જેના તરફ઼ હું આટઆટલા પ્રેમ રાખુ` છુ' તે પણ બીજાના વિચાર કરે છે. બસ ન જોઈ એ આ રાણીએ.’તેમણે આવાજ વિચારમાં રાત પસાર કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com