________________
૧૨
રાણું ચલ્લણ પાલવના વન આગળ આવ્યા. ત્યાં એક બાળક રડી રહ્યો હતો. તેની કૂણી આંગળી એક મરધીએ કરડી ખાધી હતી. રાજા શ્રેણિકને આ જોઈ ખૂબ દુઃખ થયું. તેમણે તરત જ તે પુત્રને ઉપાડી લીધો. અને તેની લેહીવાળી આંગળી મેંમાં નાખી લેહી ચૂસી લીધું ત્યારે બાળક શાંત થયે.
રાજા શ્રેણિકે ઘેર આવી ચલણાને ઠપકો દીધો. “અરે ઉત્તમ કુળવાળી ! આવું કામ તને શેભે ? ચલ્લણા કહે, “સ્વામીનાથ ! આ પુત્ર તમારા વેરી છે. એના બધા લક્ષણે ખરાબ છે. એવા પુત્રને હું કેમ ઉછેરી શકું ! મારા સ્વામી કરતાં મારો પુત્ર વધારે નથી. “રાજા શ્રેણિક કહે, “ગમે તેમ હેય પણ તું એ પુત્રને ઉછેર. આપણાથી એને તજી તો ન જ દેવાય” શ્રેણિકની આજ્ઞાથી ચેāણા તેને ઉછેરવા લાગી.
આ પુત્રની એક આંગળી કુકડીએ કરડી હતી એટલે તે બુદ્ધિ થઈ. છોકરાઓ આ જોઈ તેને ચીડવતા કૃણિક! કૃણિક ! એટલે કે બુદ્ધિ આંગળીવાળો ! બુક આંગળીવાળો!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com