________________
૨૨
અભયકુમાર
લોકે સમજયા કે તે મુનિ ખરેખરા ત્યાગી છે. આપણે નાહક તેમની મશકરી કરી ચીડાવ્યા. પછી અભયે શિખામણ દીધીઃ “હવે કેઈએ એ મુનિની મશ્કરી કે તિરસ્કાર કરવાં નહિ.'
એક વખત શ્રેણિક રાજાએ પૂછયું: “મધામાં મેંધી વસ્તુ કઈ ?' કોઈએ કહ્યું. “હીરા.” કેઈએ કહ્યું: “માણેક.” ત્યારે અભયકુમાર કહે,
માંસ. બધા કહે, “ખોટી વાત. તે સસ્તામાં સતું છે.' અભયકુમાર કહે, “ઠીક, વખત આચે બતાવીશું.'
થોડા દિવસ થયા એટલે એક શેઠને ત્યાં ગયા ને કહ્યું કે રાજા શ્રેણિક માંદા પડયા છે. વૈદ કહે એ કઈ રીતે બચે તેમ નથી. પણ સવા તોલે માણસના કાળજાનું માંસ મળે તે રાજા બચે. માટે તે લેવા આવ્યો છું.’ પેલા શેઠ કહે, “બાપુ ! પાંચ હજાર રૂપિઆ લો પણ મને છોડો. બીજે ઠેકાણેથી મેળવી લેજે એમ અભયકુમાર બધા અમીર ઉમરાવને ત્યાં ફર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com