________________
અભયકુમાર સાધુ મુનિરાજને વંદન કરતો. તેને આ વાતની ખબર પડી એટલે ગુરુ આગળ આવે અને વિનંતિ કરી. “એકજ દિવસ કૃપા કરીને રહી જાઓ. પછી સુખેથી વિહાર કરજો.”
બીજા દિવસે રાજભંડારમાંથી ત્રણ મોંઘા રન લીધાં અને આ ચોકમાં. ત્યાં જાહેર કર્યું કે લેકને આ ત્રણ મોંધા રત્ન આપવાના છે. એટલે લેકનાં ટોળે ટોળાં એકઠાં થયાં અને પૂછવા લાગ્યાઃ “હે મંત્રીશ્વર ! આ રત્નો કોને આપવાનાં છે ? ' અભય કહે, ‘જે ત્રણ વસ્તુ છેડે તેને. એક ઠંડું પાણી, બીજું દેવતા ને ત્રીજું સ્ત્રી.”
માણસ કહે, “એ તો ખૂબ મુશ્કેલ છે. હંમેશા ગરમ પાણી પીવું, કેઈ પણ જાતને દેવતા પિતાના માટે સળગાવે નહિ અને સ્ત્રીની સાથેનો સંબંધ છોડી દે એ અમારાથી ન બને.”
અભય કહે, “ ત્યારે આ રત્ન કઠિયારા મુનિના થાઓ. જેણે આ ત્રણ વાનાં છોડયાં છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com