________________
૨૦
અભયકુમાર
મારી પ્રતિજ્ઞા પાળવાજ તેમને અહીં લાવ્યો છું. હવે તેમને માન મરતબાથી વિદ્યાય આપે।.’ અભયકુમારનાં આવાં વચન સાંભળી શ્રેણિક શાંત થયા અને પ્રદ્યોતને માન મરતબાથી વિદાય આપી.
: ૧૦ :
એક હતા કઠિયારા. તે ખૂબ ગરીબ. એક વખત તેણે મુનિના ઉપદેશ સાંભળ્યેા. એટલે તેને વૈરાગ્ય થયા અને ઢીક્ષા લીધી તે પેાતાના ગુરુ સાથે રાજગૃહી આયે.
ત્યાં કેટલાક લેાકેા તેની પહેલાની હાલત જાણતા હતા. એટલે મશ્કરી કરવા લાગ્યા કે ભાઇનું કાંઇ ઠેકાણું ન પડયું એટલે સાધુ થયા. બીજી રીતે પણ તિરરકાર કરવા લાગ્યા. એટલે તેમણે વિચાર કર્યો કે અપમાન થાય ત્યાં રહેવું નહિ.
આ વિચાર ગુરુને જણાવ્યેા. ગુરુએ કહ્યું: ‘મહાનુભાવ ! તારા વિચાર સાચા છે. આપણે કાલે વિહાર કરીશું .’
અભય પ્રભુ મહાવીરને! પરમ ભક્ત હતા. પોતે રાજકાજમાં કુશળ હતા તેવાજ ધર્મધ્યાનમાં પણ કુશળ હતા. સદા જીનેશ્વરની પૂજા કરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com