________________
=
=
=
શ્રી રીખવદેવ
૧૩ રીખદેવ હાથી પર બેઠા છે ને દેવ જેવા શોભે છે. તેમણે કહ્યું : “લાવો માટીને લીલો પડે. ' - થોડી વારમાં પીડે આવ્યા. રીખવદેવે તે પીંડે હાથીના માથા પર મુકયો ને તેનાં સુંદર મજાનાં વાસણો બનાવ્યાં. એ વાસણ માણને બતાવીને કહ્યું કે “આવાં વાસણે બનાવે ને તેમાં અનાજ રાંધે. ' સહુએ હવે તેમ કરવા માંડયું.
: ૫ : માણસે વાસણમાં રાંધે છે ને ખાય છે, પણ હવે વાસણે રાખવાં કયાં ? હવે તે પહેલાંનાં જેવા શરીર પણ રહ્યા નહિ. રાતવરત જંગલી જનાવરોને હુમલો થાય ને રક્ષણ કરવું પણ ભારે પડે.
રીખવદેવે વિચાર્યું : “આમને હવે ઘર વિના નહિ ચાલે. માટે ઘર બાંધતાં શીખવું. ? એટલે થોડા માણસને બોલાવ્યા ને ઘર બાંધતાં શીખવ્યું. ત્યારથી માણસે ઘર બાંધીને જંગલમાં રહેવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com