________________
૧૨
શ્રી રીખવદેવ
સહુ બુમ પાડવા લાગ્યા. પછી ગયા રીખવદેવ પાસે અને કહેવા લાગ્યા :
બાપુજી! જંગલમાં કઈક ભૂત આવ્યો છે, તે બધાને બહુ હેરાન કરે છે. માટે એનું કાંઈકરો.”
રીખદેવ કહે, “એને હાથથી અડશે મા. એની આસપાસની ઘાસ કાઢી નાખશે ને તેના પર લાકડાં ઘરજે. એવાં લાકડાં એકઠાં કરજો અને તમારું પલાળેલું અનાજ એનાથી રાંધજો. એ અનાજ ખાશે તો અપચે નહિ થાય.’
માણસો સહ જંગલમાં આવ્યા ને ઘાસ ધુ દૂર. ધીમે ધીમે સળગતાં લાકડાં એકઠાં કર્યો ને બનાવ્યું મોટું તાપણું. પછી પલાળીને પિતાની મુઠીમાં રાખેલાં અનાજ તાપણામાં નાખ્યાં અને રંધાવાની રાહ જોતા બેઠા. પણ અનાજ તે એમ રંધાતાં હશે ? થોડીવારમાં બધું બળીને રાખ થયું. પાછું તે શું મળે ?
માણસે કહે, “ આ તો અલ્યા બહુ ભુડે ! જેટલું આપીએ છીએ તેટલું ખાઈ જાય છે ને પાછું તો કાંઈ પણ આપતો નથી !' સહુ નિરાશ થઈને આવ્યા રીખદેવ પાસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com