________________
અભયકુમાર
૧૫ એક વખત અભયકુમાર દેહેરે પૂજા કરવા આવ્યા. ત્યાં આ શ્રાવિકાની ભકિત જોઈ તે બહુ રાજી થયા. તેમણે પૂછયું: “બહેન ! તમે કોણ છે ? અને કયાંથી આવો છો ?” તે વેશ્યા બલી: “ભાઈ ! ઉજજેણું મારું ગામ. ભદ્રા મારું નામ. પતિ મરણ પામ્યા. દિકરા પણ બે મરણ પામ્યા. એટલે દિકરાની બંને વહુને લઈ જાત્રા કરવા નીકળી છું. કર્યા કર્મ ભગવ્યા વિના કાંઈ છુટકે છે? અભય કહે, “બહેન! જમવાનું આજે મારે ત્યાં રાખજો. ' ભદ્રા કહે, “આજે તો અમારે ઉપવાસ છે. અભય કહે, “તે પારણું મારે ત્યાં કરજો.” ભદ્રાએ તે કબુલ કર્યું. બીજા દિવસે તેણે અભયને નોતરું દીધું. અભયે પણ તે રવીકાર્યું.
અભયકુમાર બીજા દિવસે જમવા ગયા. ત્યાં ખૂબ પ્રેમથી શ્રાવિકાએ જમાડયા. પણ જમણમાં ઘેનની દવા નાખેલી એટલે અભયકુમારને ઘેન ચડયું. તે વખતે પેલી ધૂતારીએ તેને દોરડાથી બાંધી લીધે અને નાંખે રથમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com