________________
અભયકુમાર
એક વખત શ્રેણિકના બાગમાં ચોરી થઈ. કઈ સારામાં સારી કેરીઓ તોડી ગયું. રાજા કહે, “અભય ! આને ચાર જલદી પકડી લાવ.” અભય કહે, “જેવી આજ્ઞા.'
અભય વેશ બદલીને ફરવા મંડ. એક વખત ફરતાં ફરતાં તે લેકની મિજલસ આગળ આવ્યું. ત્યાં બધાએ આગ્રહ કર્યો કે ભાઈ એક વાત માંડે. એટલે અભયે એક વાત માંડી : “એક કન્યા હતી. તેણે એક માળીને વચન આપ્યું કે હું ગમે ત્યાં પરણીશ પણ પહેલી રાતે તને મળીશ. થોડા વખત પછી તે કન્યા પરણી. એટલે માળીને ત્યાં જવા પતિની રજા માંગી. પતિએ પિતાની સ્ત્રીનું બોલ્યું પળાય તે માટે રજા આપી. એટલે સ્ત્રી ચાલી માળીને મળવા. રસ્તામાં મળ્યા ચાર. આવ્યા લૂંટવા. એટલે તે સ્ત્રી બોલીઃ “ભાઈ ! લૂંટવી હેય તો મને લૂંટ પણ મારું એક વચન પાળવા દે. પરણીને પહેલી રાતે માળીને મળવાનું વચન છે. ” ચોર કહે, “આવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com