________________
અભયકુમાર
અભય કહે, “બા ! મને તે ચીકી બતાવ. હું જોઉં તે ખરે કે એમાં શું લખેલું છે ?” માતાએ ચીકી આપી. તે વાંચી અભય બે ઃ
અહે ! મારા પિતા તે રાજગૃહીના રાજા છે. બા ચિંતા કરીશ નહિ.' નંદા કહે, “શું ! તારા પિતા રાજગૃહીના રાજા છે?” અભય કહે, “હા. આ ચીકીને અર્થ એ થાય છે.” નંદે આ સાંભળી હરખાણી. સાથે જ આવા પતિના વિયેગે ખૂબ દુખી થઈ.
અભયે નંદાને પહેલી વાર આવી દુઃખી જોઈ હતી. એટલે તેને ખૂબ લાગી આવ્યું. તે કહેવા લાગેઃ “બા ! તું જરાએ ચિંતા કરીશ નહિ. ચાલ અહિંથી આપણે રાજગૃહી જઈએ. ત્યાં જરૂર મારા પિતાને મેળાપ થશે.'
રાજગૃહી મગધદેશની રાજધાની છે. તેની શોભા અપાર છે. શું તેના મહેલે શું તેના મંદિરે ! શું તેનાં બજારો ! શું તેના એક !
અભય અને નંદા રાજગૃહી તરફ આવ્યા. એક માણસને ઘેર ઉતારો કર્યો. પછી અભય ચાલ્યા શહેરની શોભા જેવા. ત્યાં એક ચોકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com