________________
અભયકુમાર
છે?' નંદા કહે, “બેટા ! તે દુકાને હશે. અભય કહે, એ તે તારા પિતા છે. પણ મારા પિતા કયાં?' આ સાંભળી નંદા ગળગળી બની ગઈ. આંખમાં આંસુ લાવી કહેવા લાગી
સાંભળ ભાઈ ! એક આવ્યા'તા મુસાફર. અહા ! શું તેમનું રૂપ ! શું તેમના ગુણ! શું તેમને પ્રતાપ ! બધી રીતે તે લાયક. એટલે પિતાજીએ તેમની સાથે મારા લગ્ન કર્યા. હજી લગ્નને થોડા દિવસ થયા હતા એવામાં પરદેશથી સાંઢણીઓ આવી. તેમાંથી થોડા સવાર નીચે ઉતર્યા. તેમણે તારા પિતાને એકાંતમાં લાવ્યા અને કાનમાં કાંઈક વાત કરી. એટલે તે જવા તરત તયાર થયા. તેમણે મને કહ્યું: “મારા પિતા મરણ પથારીએ છે તેમને મળવા હું જઉં છું. તું શરીર સાચવજે ને સારી રીતે રહેજે. એમ કહી તેમણે એક ચીકી આપી, અને આવેલા સવાર સાથે ચાલ્યા ગયા. તે ગયા તે ગયાજ, આજે કેટકેટલાં વરસનાં વહાણાં વાયાં પણ વહાલા અભય! તેમને કાંઈજ પત્તો નથી!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com