________________
૧૪
મહાત્મા દૃઢપ્રહારી
ત્યાગ
કર ! સાધુ
કાયાથી પાપચ્યાપારને જીવનની દીક્ષા લે, કષ્ટ સહન કર. સંયમ અને તપનું આરાધન કર! જરૂર જીવને શાન્તિ થશે. તારૂં કલ્યાણ થશે. '
આ સાંભળી ઢપ્રહારીનું મન પીગળી ગયું. તેણે ત્યાંજ દીક્ષા લીધી. લૂંટારાના વેશ તજી સાધુ વેશ ધારણ કર્યું. ક્રોધને તજી સમતા ધારણ કરી. અને બહુ આકરી પ્રતિજ્ઞા લીધી! ‘ પેલી ચાર હત્યાએ યાદ આવે ત્યાં સુધી અન્નપાણી લેવાં નહિ. ' ક્ષણ વારમાં તે દૃઢપ્રહારી શયતાન મટી સાચા સાધુ
થઇ ગયા.
હવે દૃઢપ્રહારી ધ્યાન ધરીને ઊભા. પેલા નગરના દરવાજે. પહેલાં તે લેાકેા એમને જોઈ ને ગભરાયા. કંઇ પ્રપંચ તે ન િહાય, કઇ રમત તા નહિ રમાતી હૈાય. સૌ મનમાં ને મનમાં ગભરાવા લાગ્યા. પણ દૃઢપ્રહારી તેા શાન્ત ભાવે ઊભા રહ્યા. ન ફ્રાઈ સામે જોયું કે ન ફાઈની સાથે વાત કરી.
આખા ગામે આ વાત જાણી. સૌ જોવા આવ્યા. લૂંટારાને ચુપચાપ ઊભેલા જોઈ પથરા મારવા લાગ્યા. એ મહાદુષ્ટ છે. ભૂડા કામેાના કરનાર છે. આપણને ખૂબ ત્રાસ
'
આપ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com