________________
મહાત્મા દૃઢપ્રહારી
૧૫
હું, મારા એ હત્યારાને ! ' લેકે આમ ખેલતા જાય ને પથરા, ઈંટ, કાંકરા મારતા જાય. પાસે જવાની તા કાઈનીચે હિંમત ન ચાલે ! કદાચ પકડાઇ જઇએ તેા જીવતા ન છુટીએ ! આધેથી કાઈ લાકડીઓના ધા કરવા લાગ્યા. પણ દૃઢપ્રહારી શાન્તિથી ઊભા રહ્યા.
ડીવારમાં તે પથરા, ઈંટ ને લાકડાંના ઢગલા થઇ ગયા. શરીરમાંથી લાહી ટપકવા માંડયું. ઢગલા વધતા વધતા ગળા સુધી આવ્યેા. દૃઢપ્રહારીએ ધ્યાન પૂરૂં કર્યું. ત્યાંથી ચાલીને બીજે દરવાજે આવ્યા. તેની પાસે ઊભા રહી ધ્યાન આદર્યું.
લોકા અહીં પણ આવી પહેાંચ્યા ને પથરા તથા ઇંટાના મારા શરૂ કર્યું. જેમ જેમ વધુ પથરા લાગે એમ એમ દૃઢપ્રહારી વધુ મક્કમ ઊભા રહે. અહીં પણ ગળા સુધી ઢગલે થતાં ધ્યાન
પૂરું કરી બીજે દરવાજે ગયા. એમ બધા દરવાજે જઈને ધ્યાન ધર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com