________________
મહાત્મા દઢપ્રહારી
૧૩
પાપીને માટે પણ આ જગતમાં સ્થાન છે. કરેલી ભૂલો સંભારી રોદણાં ન . શાંતિથી તારા જીવનને વિચાર કર. અને તેને અમલ કરવા લાગી જા.”
દૃઢપ્રહારી કહે, “મુનિવર, હું મહાપાપી છું. જિંદગીમાં કદી પાપ કરતાં પાછું જોયું નથી. મેં હજારે માણસોની હત્યા કરી છે. કેટલાયના ભંડાર લૂંટી લીધા છે. કેટલીય સ્ત્રીઓને વિધવા બનાવી છે. કેટલાંય બાળકોને અનાથ બનાવ્યાં છે. હજારોને રોટલો ઝૂંટવી લીધું છે. વગર વાંકે બીજાને માર માર્યો છે. કેટલાંય નિર્દોના જાન લીધા છે. છતાં મહારાજ કાલ સુધી મને દુઃખ ન હતું. પણ ગઈ કાલે જ મારા હાથે ચાર મહહત્યાઓ થઈ. બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા ને બાલહત્યા. આ હત્યાઓ કર્યા પછી જીવ જંપતો નથી. મનમાં કંઈ ને કંઈ થયા કરે છે. આ હત્યામાંથી હવે કેમ છુટાય? આ મારાં પાપ નાશ પામે તેવો કોઈ રસ્તે હશે ?”
મુનિએ શાન્તિથી કહ્યું: “ભાઈ ! પાપનું પ્રાયશ્ચિત કર તારો ધંધે છોડી દે ! તારી કાયા ઉપરથી મોહ દૂર કર ! જગતના સૌ છો પાસે ક્ષમા માગ ! મન, વચન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com