________________
વસ્લની રાત
‘જો, દિલશાદ” તેણે મંદ સ્વરે જાણે વિચારને પ્રવાહ બદલાય હેય તેમ કહ્યું, “ખરી વાત તો એ છે કે, તે પત્ર મારી પાસે નથી. જે તે મારી પાસે હેત તો મેં તને આપે જ હોત. આટલી બધી રકઝક શા માટે કરાવત? ખરી વાત તો એ છે કે, તે પત્ર મારી પાસેથી ચોરાઈ ગયું છે.”
ભય, દુઃખ અને ચિંતાની છાયા દિલશાદના ચહેરા પર છવાઈ. તે નિસ્તબ્ધ પૂતળાની માફક, બેબાકળી આંખથી મલેક મુબારકના સામું જોઈ રહી. જાણે તેને શ્વાસે શ્વાસ બંધ થયે હેય, તેમ પત્થરની પૂતળીની માફક નિચેષ્ટ ઉભી રહી. આખરે કેટલીક વાર પછી જાણે ગણગણતી હોય તેવા સ્વરે બેલી:* “પણ આપણાં લગ્ન થયાં ત્યાર પહેલાં આ વાતની ખબર હતીને?”
હા.” લાગણી રહિત સ્વરે મલેક મુબારકે કહ્યું, “પરંતુ જે મેં તે વાત ત્યારે જણાવી હતી તે તેનું એક જ પરિણામ આવત, અને તે એ કે મને જન્મારા સુધી આપનું મોં જોવાનો અવસર મળતી નહિ. દિલશાદ ! જુઠું બોલ્યો તે પણ તારી ખાતર જ.”
દિલશાદ ચૂપ રહી. જાણે વિજળીને આઘાત થયો હોય એમ તેને લાગ્યું. તેના મગજમાં વિચારોના એવા તો સખ્ત પ્રહાર થતા હતા કે એક ક્ષણમાં દિવાની થઈ જઈશ એમ તેને ભાસ થયે. તેને ચેહરે ફીકકે, તેની આંખો નિસ્તેજ અને ગાંડા જેવી, તેણે બે હાથવતી પિતાના લમણે દાખ્યા અને તેમ કરતાં તેના હાથમાંની કટારી જમીન પર પડી.
મલેક ખુમારક તે લેવાને વાંકો વળ્યો. તરત જ દિલશાદ જાણે સ્વપ્રમાંથી જાગ્રત થઈ હોય તેમ શુદ્ધિમાં આવી કટાર હાથમાં લઈ ઉગામી. “શેતાનની ખાલા,” કહેતો મુબારક આડે સરી ગયે. જે તે વખતસર ફરી ગયા ન હતા તે તે કટારીએ તેના વક્ષસ્થળના ઉષ્ણુ ધિરનું પાન કર્યું હોત. દિલશાદ સ્થિર ઉભી રહી.
એ બદકાર, નાપાક, બહયા એરત !” મલેક મુબારક દાંત પીસી બેલ્યો.
હું બદકાર કે આપ, તેને પૂરેપૂરે વિચાર કરે. હું મારા વચનથી ટળી નથી, ટળવાની નથી. પણ આપ એક બદહવશ અને બદકાર માણસ છો. આપે જ જાણી જોઈને મને ખોટું વચન આપી ઠગી છે, અને ઉલટા મને બદકાર કહે છે. આહ! આપના જેવાના પ્રાણ લેવામાં પણ પાપ નથી. પણ શું કરું?” - “મારા પ્રાણ ! જે તારું ચાલે છે તે અબઘડી લે પરંતુ તેમ કરવું શક્ય નથી. ખયર! દિલશાદ! સાંભળ, ફક્ત એક જ જણ પાસે તે પત્ર હેય એમ મને લાગે છે, અને જરૂર તેણે જ તે ચોરી લીધે હેવ જોઈએ. બીજાને તે પત્ર કામનો નથી. તે નીચ, પાપી, કામુલાનાં એ કામ છે. તે તે તારા અમ્બાને ત્યાં કેદ છે. તારા વાલિદ ચહાય તે તે પત્ર તેની પાસેથી મેળવી શકે એમ છે. હવે પત્રને માટે મને દેષ દેવો નકામો છે. મને તે પત્રની જરા પણ દરકાર ન હતી. મને માત્ર તારી દરકાર હતી, અને તેને મારી પોતાની કરવાને સમર્થ થયો છું, એટલું બસ છે, સમજી! તે કટાર ફેંકી દે, જરા શુદ્ધિમાં આવ.”
કટાર ફેંકી દઉં? દિ નહિ.”
“તે તું કટાર હાથમાં રાખી શું કરીશ?” મલેક મુબારક પટાવતે હેય તેમ બેલ્યો; “જો તું એમ ગાંડાવેડા ન કર. હવે કંઈ વળે એમ નથી. તારે મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com