________________
૮૮
રૌનક મહેલની રાજખટપટ
“આપ જે તેમ કરવાની ફરજ પાડશે તે” રેષકમ્પિત સ્વરે દિલશાદે જવાબ આપ્યો. તેના સેહે જ છૂટા વાળ, રેષભરી મુદ્રા, અગ્નિના અંગાર વર્ષાવતાં નયન, હાથમાંની નગ્ન કટારપર રમતું તેજનું રમિ, તેના ઉભા રહેવાની લઢણ, પાછી સરવા કે કટાર ફેંકવાને તૈયાર કોઈ રાક્ષસનું હૃદય વિદીર્ણ કરવા જેમ અખા ઉતરી હોય તેવી તે જાણતી હતી. તેના અત્યારના દેખાવમાં એક તરેહની અપૂર્વ મહકતા અને રમણીયતા જણાતી હતી. મલેક મુબારક મંત્રમુગ્ધ સુદ્રાએ તેના સામું જોઈ રહ્યો. તેના દીલપર કંઈ અપૂર્વ અસર થવા લાગી. તેણે મંદ સ્વરે આજીજી કરતે હેય તેમ કહ્યું –“દિલશાદ ! મારિ દિલશાદ ! શું આમ હઠ કરવી એ સારી વાત છે? જે, ગમે તેટલે તો હું તારે શૌહર છું. આજ આપણે બંને સંસાર સુખમાં પ્રવેશ કરીએ છીએ, અને જે, તું તેની શરૂઆતમાં જ આમ કરે તે સારું નહિ. જે, આજના દિવસનાં કેવાં રમ્ય સ્વપનો મેં મારા દિલમાં રચ્યાં હતાં ! આજ તને ખુશ કરવાની કેવી ઉમેદ રાખી હતી ! પણ તું છંછેડાયલી વાઘણની માફક ડોળા ધુરકાવતી, એક જંગલી બિલાડીની માફક દાંત ઘુરકાવતી સામી ઉભી છે એ શું ઘટિત છે? અહા! વસ્લની રાત આમ પસાર થશે? યા ખુદા! કેઈને આવી સ્ત્રી મળી હશે ખરી કે ?”
તે કેઈને તમારા જે બેરહમ, બેહયા ધણી મળ્યો હશે ખરે?” આવેશમાં દિલશાદ બેલી; “આપે કસમ લીધા હતા અને તે પણ પાળતા નથી. આપે તે પત્ર આપવાનું વચન લીધું હતું, અને અત્યારે તે પત્ર આપવા સારુ નકારે છે. આપના જેવો શૌહર કેઈને નસીબ થયે હશે ખરો?
મલેક મુબારક હસ્યો.
“મને માત્ર એક જ ખાયશ હતી, અને તે એ કે આપને મેળવવાં. તે બર આણુવાને માટે ગમે તે વચન આપ્યું હોય, તેથી શું ? મને તે પત્રની હવે શી દરકાર છે? તે પત્ર તે માત્ર આપને કાબુમાં આણવાને માટે એક હથિયાર હતું. હું માત્ર આપના દિદારને ઝાંખતે હતે, મને કેવળ આપના પ્રેમની આકાંક્ષા હતી. અહા ! આપના પ્રેમને માટે હું શું શું કરવા તત્પર થયો હતો ! આપની ખાતર બળતી આગમાં ઝંપલાવવા પાછી પાની ન કરી હત! કોઈ પણ પ્રકારે તને મારી કરવા નિશ્ચય કર્યો હતો, અને તેમ કરવા શક્તિમાન થયે છું. લોક સમક્ષ તે તું મારી છે, એમ કોઈથી ના કહેવાય એમ નથી. ભલે, તું અત્યારે મારા પ્રેમને તિરસ્કાર કર. મારી માગણીને પગતળે કચરી નાખ, પણ યાદ રાખજે કે, એક અઠવાડિયામાં તું મારે પગે પડતી આવીશ; મારા પ્રેમને અત્યારે તું ધિક્કારે છે તે જ પ્રેમને માટે ભીખ માગતી પગે પડીશ. એક બોલને માટે, એક મીઠા શબ્દને માટે ટળવળીશ. યાદ રાખજે કે, અત્યારે હું તારા પગ ધોઈ પીવા રાજી છું, તારા મોમાંથી પડતો બોલ ઉઠાવવા તૈયાર છું. પણ પછી– તું સદાને માટે મારા પ્રેમથી વંચિત રહીશ. તારી માગણુને પગની ઠેકરથી ઉડાવીશ. દિલશાદ! દિલશાદ! તું હજી મને ઓળખતી નથી. તારી કટારથી હું ડરી જઉં એમ નથી. તારા જેવી સ્ત્રી જાતને વશ કરવી એ કંઈ મુશ્કેલ કામ નથી. અત્યારે તું મારા શરીરના સ્પર્શને પાપ સમાન લેખે છે, પણ યાદ રાખજે એ શરીરની છાયાને તું ચુંમતી આવીશ. મલેક મુબારકને સ્ત્રી કેમ પ્રાપ્ત કરવી, એ જે અવગત છે, તે સ્ત્રીને વશ કરવી, એ પણ સારી રીતે અવગત છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com