________________
શાદી મંજૂર
S૯,
“હજરત !” મુબારકે કહ્યું, “શાહજાદી સાહિબાએ આખરે મારી માંગણું કબૂલ કરી છે. આજ સાંજે જ સઘળું કાર્ય આટોપી લેવાનું છે, અને એ તે આપે જ કહ્યું હતું કે બીજા કોઈ માણસને બોલાવવાની જરૂર નથી. આપણે ચાર માણસે બસ છે. માત્ર નકાહ પઢાવનાર જોઇશે, અને એની ગોઠવણ હું આપને જસપું છું”
એની ગોઠવણ કરવી પડે એમ નથી.” “જી, હજૂર! એમ કેમ?”
આ બંદાના મકાનમાં એક ઓલિયાએ કદમ રંજા ફરમાવ્યા છે જે નકાહ પઢાવવાનું કામ કરી લેશે.”
“ઠીક, તે, પછી કાજીની જરૂર નથી.”
ના, પણ મુબારકખાં! આમ એકાએક શાદી કરી નાખવાથી બધાને ઘણું આશ્ચર્ય લાગશે. બધે હેહા થશે કે આ શું? એકાએક કોઇને નહિ આમંત્રણ કે ઈજન, નહિ ઠાઠમાઠ. બધું સાદેસાદું.”
“હુજારવાલા! આપનું કહેવું ખરું છે.” મુબારકે જવાબ આપે; “આ વખત પણ તેવો જ છે, અને આપણે વખતને માન આપી ચાલવું. આપણે ક્યાં લેકના બોલવા સામું જોવું છે? લેકને મન તો બધુંય સરખું છે. આજ ધામધુમ કરી તેએ ઠીક, બે દહાડા તેની વાત કરશે. ન કરી તે ચાર દહાડા તેની ચર્ચા કરી ચૂપ રહેશે.”
ખરું છે. જગત કેઈથી છતાયું નથી.” “વારૂ! તે આજ સાંજના નક્કીને?” “હાસ્તો, હવે વાંધે શો છે?” કુલિખાએ કહ્યું.
“વા તે હજૂર! હું બરાબર વખતે હાજર થઈશ, હાલ તે રજા લઉં છું, એટલું કહી મલેક મુબારક ત્યાંથી ચાલી નીકળ્યો.
દિલશાદખાન બારી આગળ જઈ ઉભી રહી. થોડી વારમાં મલેક મુબારકને મહેલની બહાર નીકળતાં જોયો, અને જેતાની વાર તેને મનમાં અવનવા તર્ક તરી આવ્યા. આજ. તેના જીવનમાં પરિવર્તન થવાનું હતું. ભવિષ્યમાં સુખ મળશે કે દુઃખ, તે કલ્પનાથી અતિત હતું, છતાં જીવનના આકાશમાં ભયંકર વાદળાં દીસતાં હતાં. તેના દિલની આશાના બંધ સર્વ તુટી ગયા હતા; જીવન શુષ્ક ભાસતું હતુંનિરાશા અંતરમાં વાસ કરી રહી હતી; ઉત્સાહનું નામ નહતું. અહા ! કયાં તે બાલ્યકાળનાં સુરમ્ય સ્વમાં ? તેણે કેટલી આશા બાંધી હતી? ભવિષ્યનાં કેવાં મનોરમ ચિત્ર આક્યાં હતાં, પણ તે આજ કયાં છે? વાળુકામાં જેમ દેરેલી રેખાઓ નષ્ટ થાય તેમ તે સર્વ લુપ્ત થયાં હતાં. આમ વિચારના કાંપમાં કળી ગઈ હતી, એટલામાં તેણે તેના પિતાને પસાર થતાં જોયા. નેતાની વાર તેના વિચારને વેગ પલટાયે. તેના કાનમાં આશા મધુરી ફૂંક મારવા લાગી. ભવિષ્ય ગમે તેવું કઠિન છે, ખરાબ છે, પરંતુ જ્યાં સૂધી પિતા હયાત છે ત્યાં સુધી તેઓ તેને દુઃખ નહિ પડવા દે. તેઓ સદા તેની કાળજી કર્યા કરશે, અને કઈ નહિ તે પિતાની પ્રેમાળ છાયામાં વિશ્રામ મળશે, એમ તેને ભાસવા લાગ્યું. આમ વિચારમાં તે ઉભી હતી એટલામાં ત્યાં એક બાંદી આવી અને કહ્યું –
શાહજાદી સાહિબા આપને વાલિદ તેડે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com