________________
રૌનક મહેલની રાજખટપટ
ખબર છે કે? રહમત આ માણસના હાથ બાંધ, બેડી નાંખ, અને મહેલમાં લઈ જઈ કિલ્લાની કોટડીમાં ક્યદકર, રાત અને દિવસ સખ્ત પહેરે મૂક. હું હમણાં જ મલેક મુબારકખાને આ બાબતની ખબર કરું છું, કે તેના મહેમાનને ચેરીના નીચ કામને માટે ક્યાદ કરવામાં આવેલ છે.”
એટલું કહી ઇઝામુદોલા તરફ કંઈક પણ ધ્યાન આપ્યા વગર સુલ્તાન કલિખાં ત્યાંથી ચાલ્યા ગયે, અને જયાં મહેફિલના બાકી રહેલા માણસે બેઠા હતા. તે તરફ ગયેલ
મહેફિલના બાકી રહેલા માણસે નિશામાં ચૂર હતા. ગાનારીઓ તેમની પહલુમાં બેઠી હતી; ઠઠા મશ્કરી થતી હતી; શરાબના પ્યાલા ગાલીચાપર પડેલા હતા; કેઈ નિશામાં ગુલતા હતા તે કોઈ ગાનારીની સાથે અડપલું કરતા હતા.
સુલ્તાન કલિખોએ બારણુને લાત મારી ઉઘાડ્યું અને દષ્ટિપાત કર્યો અને જેવા “હજરત મુબારક! એક પળ બહાર આવી જાઓ, મારે આપની સાથે કંઈ સેહે જ વાત કરવી છે.”
આ શબ્દ કાને પડતાંની વાર જાણે જાદુની માફક ધીંગાણું બંધ પડી ગયું. કેટલાકને નીચે ઉડી ગયે, અને તરત જ મલેક મુબારક બહાર આવ્યો અને બારણું પાછું બંધ કર્યું.
મુબારકખાં!” સુલ્તાન કલિખાએ કહ્યું “ તમારા આનંદમાં ભંગ કરવા માટે મને માફ કરજે. વાત એમ છે કે, આપને ત્યાં આવેલા પરિણાને સાબીતી સાથે જાસૂસ તરીકે પૂરવાર થવાથી તેને ક્યદ કરવામાં આવ્યો છે. હમણું જ મારા નેકર સાથે મેં તેને કિલ્લામાં મેક્લી આપે છે. આદાબ અર્જ.” એટલું કહી તે ત્યાંથી ચાલી નીકળ્યો. જવાબની પણ રાહ જોઈ નહિ.
મલેક મુબારક પાછો તેના મહેમાનોની મહેફ્ટિમાં સામેલ થયો. ડીવારમાં મહેલિ બરખાસ્ત થઈ. કેટલાકને તે પોતાના શરીરની શુદ્ધિ પણ ન હતી. એવા માણસેને નેકરે સાથે ગાડીમાં કે મેનામાં વિદાય કર્યા. બાકીના ને સલામાલેકુમ કરી તે તેમનાથી છુટો પડ્યો, અને પોતાના ઓરડામાં જઈ વિચાર કસ્વા લાગ્યો.
જાસૂસ! શું કહ્યું? જાસૂસ! અહા! સારું થયું. મારા માર્ગમાંથી એક કાર્યો ૨ થયો. હું નહોતે જાણતા કે, એ બલા એમને એમ દર થશે. પણ ખુદાની મેહેર છે કે એ આક્ત સહેજમાં ટળી. જે આમ નાખેલ પાસે સીધે પડ્યો ન હેત, તો કોણ જાણે શું કરવું પડત ? મારે સિતારેજ બુલંદ છે. હવે દાવ આવ્યો છે. જોઉં છું કે, થોડા વખતમાં વરંગુલની હાકેમી મારા હાથમાં કેમ નથી આવતી? અને એ નાજની, બસ હવે મારા પગમાં આવી પડવાની. જa છું કે તે કેમ વશ થતી નથી?”
આમ તે વિચાર કરતે હતા એટલામાં કઈક ત્યાં દાખલ થયું, અને તેની વિચાર શ્રેણિમાં ભંગ પડ્યો. મુબારક તે આવનારને જોતાં જ બોલી ઉઠયો -
કાણ? ખયરુન્નિસા ! શું તું જવાને તૈયાર થઈ ગઈ?” હા, મારે હવે અહીં રહેવાનું પ્રયોજન શું છે? “કેમ? હું તને હજી કાઢી મૂકતા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com