________________
નક મહેલની રાજખટપટ
બરાબર તપાસી જોઈ, અને કાગળને પિતાના વસ્ત્રની અંદર મૂકી દીધા. પછી પેટી હતી તેમ બંધ કરી દીધી અને આતે બિલાડીના જેવા કદમે સૈયદની સ્વારી પાછી પિતાની ઓરડીમાં દાખલ થઈ.
સૈયદ પિતાની ઓરડીમાં જઈ જાણે કઈ બન્યું નથી એમ ચુપચાપ બેસી ગયા. બાદમાં તેણે બાદીએ ને હાક મારી.
પ્રથમ ગુફન અને બાદમાં સેઝન દાખલ થઈ. તેમને અંદર આવતી જોઈ સૈયદે કહ્યું –
“અય! સિન એર! આપે આ ગરીબ સૈયદપર ભારે રેહેમ દેખાડો છે. ખુદા તમારું ભલું કરે! તમે ખાણું તે રાખી ગઈ, પણ હાશ લાગી છે, તેનું કેમ? પીવાને માટે તમે કંઈ રાખ્યું નહિ ? એ શું ?”
“પીવાનું? શું લાવું, મૌલાના? શરબત આછું.”
“શરબત ! શરબત કરતાં તે તમારી રુબાં શીરીન મીઠી છે. પણ એ સ્વર્ગની પરીઓ ! શરબતથી બંદાની પ્યાસ બુઝાય તેમ નથી. જરા, શરાબને છાંટે લાવો. રાતદિન જંગલમાં ભટક્યાથી મને બુખારને આજાર થઈ આવે છે, મને શરીરમાં યઢ ભરાય છે, અને જામે અર્ગવાની વગર કશાથી તે જતો નથી.” આટલું બોલતાં બોલતાં તેનું શરીર કમ્પવા લાગ્યું, તેના હાથપગ ધ્રુજવા લાગ્યા તેના મેહમાંથી સંસ્કાર નીકળવા લાગ્યા; તેની આંખો ફાટી જશે એમ જણવા લાગી. આ જોઈ સોઝન ગભરાઈ અને બોલી:
“મૌલાના, મૌલાના ! આ શું આપને કંઈ બિમારીનો હુમલો થતો જણાય છે?” , સૈયદ ભારે શ્વાસોશ્વાસ લેવા લાગ્ય; તેનું શરીર વધારે કમ્પ અનુભવતું હોય તેમ જણાયું; તે જોરથી સુસ્કારા નાખતે તેની તરફ દયામણે ચેહેરે જોઈ રહ્યો, અને ગળક ખાતા સ્વરે છે –
જલદી, જલદી, જરા શરાબ લાવ. મારે જીવ ગભરાય છે.” સઝન ઝટ ત્યાંથી ચાલી ગઈ.
મૌલાના ! આપને બહુ દર્દ થાય છે ?” દયાભરી આંખે તેના તરફ જોઈ ગુલ્ફન બેલી.
બેસુમાર! ઓ રહેમની પુતળી! મને પૂછ ના, કે કેવું ખેફનાક દર્દ થાય છે ?”
“કયાં આગળ? મૌલાના !”
“ક્યાં આગળ? અય દિલારામ! સિનામાં, નહિ, નહિ, ઓ જીગરમાં.” એમ કહી સૈયદ છાતી પર હાથ ફેરવવા લાગે.
“મલાના! હું હાથ ફેરવું! જુઓ હમણાં જ આરામ થશે ?” એટલું કહીને ઝુલ્ફન તેની છાતી પર હાથ ફેરવવા લાગી. સૈયદના સંસ્કાર બંધ થયા નહિ. તેને કમ્પ પણ નરમ પડ્યો નહિ. આથી ગુફન ગભરાવા લાગી, એટલામાં સુરાહી અને જામ લઈ સેઝન ત્યાં દાખલ થઈ. તેણે સુરાહીમાંથી શરાબ કાઢી જામમાં રે અને જામ સૈયદને હેઠે અડાડ્યો. તીવ્ર મદિરાને ધુંટડે પેટમાં પડતાંનીવાર સૈયદની ધ્રુજારી ઉડી ગઈ ને તેમને શુદ્ધિ આવી. તેમણે ઝટ બેઠા થઈ બીજું નામ ભરી મોહે માંડ્યું. તેના શરીરમાં વિદ્યુત્તરાથી ચેતના આવી, તેની આંખની કીકીઓ નાચવા લાગી, તેના મોંહપર હર્ષ અને તેફાનની છટા ખેલવા લાગી; તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com