________________
નિશ્ચય
જનાનખાનાની અગાશીમાં સફેદ ચન્ટની ચાદર બિછાવી હતી. તે પર ગાદિ, તકિયા અને બાજઠ ગોઠવ્યા હતા. બાજઠ પર રૂપાના રકાબીપ્યાલામાં સ્વાદિષ્ટ ભેજનસામગ્રી મૂકી હતી, અને પાસે જ અર્ગવાની લાલ શિરાઝીની સુરાહી અને જામ પડેલા હતા. આકાશમાંથી ચન્દ્ર રજત્ ધારા વર્ષાવતું હતું, અને તેના વધતા પ્રકાશમાં વરંગુલ સ્નાન કરતું હતું. અગાસી પરથી દૂરને દેખાવ દષ્ટિગેચર થત હતા. દૂર ખૂલતાં નારિયેળીનાં વૃક્ષ, ઝાડપાનથી પરિવેષ્ટિત મકાને, મજીદના મિનારા સર્વ નિઃસ્તબ્ધ જણાતા હતા. કુલ અને વૃક્ષને સ્પર્શી મંદ પવનની લહેર મગજને તર કરતી, શરીરને શીતળતા અર્પતી હતી. આવા સમયે સુલ્તાન કુલિખાં જનાનખાનામાં દાખલ થયો અને ચુપચાપ દસ્તરખાનપર બેઠે; પાસે જ જેની બેગમ અને તેની પુત્રી દિલશાદખાનમ બેઠાં બાંદીઓ હાથમાં પંખા લઈ પાછળ ઉભી રહી.
પિતાના સ્વામીને ચુપચાપ બેઠેલે જોઈ બેગમ આશ્ચર્ય પામી. તેણે મનમાં વિચાર્યું કે, માને ન માને આજ કંઈ અવનો બનાવ બન્યો છે. તેણે તાડી જેવાને માટે પૂછયું:
“મારા શિરતાજ ! આપ આજ કંઈ ઉંડા વિચારમાં અને બહુ ફિકરમંદ જણુઓ છો ?”
“બીબી !” સુલ્તાન કુલિખાંએ પ્રત્યુત્તર આપ્યું,-“આ દુનિયામાં ફિકર કેને નથી? ફિકરની ફાકી માત્ર સચ્ચા ફકીરે કરતા નથી.”
નેકચલન ઇન્સાનને ફિકરનું કારણ રહેતું નથી. કારણ કે તેને પરમેશ્વરથી ડરવાનું નથી.”
કબૂલ, બીબી! કે, નેકચલન માણસને ઈશ્વરને ડર નથી હોતો. પરંતુ આ દુનિયામાં માણસને હજાર જાતની ફિકર હોય છે. કેઈને પૈસાની, તે કોઇને બચ્ચાંની પેસ હોય તે તે ગુમાવી દેવાના ભયની, બચ્ચાં હોય તે તે ખરાબ નીકળશે શું થશે તેની, એમ હજાર પ્રકારની ચિંતા હોય છે.”
“લ્મ, પણ હજૂર! એમ ચિતા કરવાથી ફળ શું? શું એમ વલવલાટ કરેથી માણસ પોતાની ઇચછેલી વસ્તુને મેળવી શકે છે ?”
હા, ઘણું વખત ચિન્તા કરવાથી બનવાની બીનાને તેડ કાઢી શકાય છે.”
યારે શૌહર ! આપના જેટલી અલ આ કમરિન દાસીમાં કયાંથી હેય? પણ અત્યારે ચિંતા કરવાને વખત નથી.
“વાહ! બીબી વાહ! તે ચિંતા કરવાને માટે પણ વખત હોય છે કે ?”
જી હાં, “વા, તે કહે કે આ ચિંતા કરવાનો વખત છે કે નહિ?” “નહિ, જરૂર નહિ,” બેગમે જવાબ આપે. શા માટે?” સુલ્તાન કુલિખાએ આશ્ચર્યભરી મુદ્રાએ પૂછયું.
જૂઓ આ શાંત રજની, જુઓ આ ચન્દ્રને પ્રકાશ, જુઓ પેલી નિરવ હરિયાલી, તે કેવી હસી રહી છે. આ ચન્દ્રના કિરણે જુએ, આ જળલહરી પર કેવી રમત કરી રહ્યાં છે! જુઓ વસંતપમ પવન કે ફરફર વહે છે, પ્યારા ! મૌલાના હાફિઝને આ કલામ યાદ છે ને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com