________________
રૌનક મહેલની રાજખટપટ
ઇચ્છા થઈ, પરંતુ તેને પોતાના કાકા સાથે પાછા ઈરાન જવું પડ્યું. પણ ત્યાં ગયા બાદ પાછા સમાચાર મળ્યા કે, દુશ્મનનું બળ વધારે છે અને સુલ્તાન કુલિખાંની છત્વગીની સલામતી નથી, ત્યારે તેઓ ફરીથી હિન્દુસ્તાન આવ્યા, ત્યાં શાહની મુલાકાત લીધી. શાહ મહંમદને પરદેશીઓ તરફ ભાવ હતો અને પોતાના અંગરક્ષકોમાં તુર્કએની ભરતી કરતા હતા. તેણે તેમને સારે આવકાર આપે. યુવાન સુલ્તાન કુલિખાં બુદ્ધિબળથી આગળ વધતો ગ. શાહની પ્રીતિ તેણે સારી રીતે સંપાદન કરી જ્યારે તેલંગણમાં નાના હિન્દુ જમીનદારેએ મહેસુલ ભરવા સંબંધી વાંધો ઉઠાવ્યો અને ત્યાં બંડ થવાની સંભાવના જણાઈ, ત્યારે સુલ્તાન કલિખાંએ લશ્કરની સહાય વગર ત્યાં જઈ વ્યવસ્થા કરીને તેલંગણમાં શાંતિ સ્થાપી. ઈરાનને શાહ અમિર યાકુબ મરણ પામે, ત્યારે સુલ્તાન કુલિખાંના કાકાએ ઈરાન જવા માટે બ્રાહ્મણ શાહ પાસે વિનતિ કરી. સુલ્તાને તેને બિદુર રહેવા ઘણે આગ્રહ કર્યો, પણ તેણે તે વાત માન્ય રાખી નહિ. આખરે જ્યારે મહંમદ શાહે સુલ્તાન કલિખાંને પુત્રવત પાળવાનું વચન આપી, તેને ત્યાં રાખવા ઈચ્છા જણાવી, ત્યારે તેણે તે વાતને સંમતિ આપી, સુલ્તાન કુલિખાને ત્યાં રાખ્યો. ઉત્તર તેના ભાગ્યની ચઢતિ થતી ગઈ. એક સમયે સુલ્તાન મહંમદ શાહ બ્રાહ્મણી ગાનતાનમાં મસ્ત બની રમણીઓના હાથે મદિરા પીતું હતું, ગાનની લહરીઓ ઉછળતી હતી, દરબારીઓ સંગીત સુધામાં નિમજતા હતા, તેવામાં શાહના ઉપર એકાએક હુમલો કરવામાં આવ્યું. શાહના પ્રાણ લેવાનું કાવતરું હબસી અને દખણ સરદારેએ રચ્યું હતું. આ વખતે સુલ્તાન કુલીખાએ માત્ર દશ આદમીની મદદથી મહેલની અને શાહની રક્ષા કરી. તેને આગળ જતાં કુતુબઉલ-મુલક અને અમિર-ઉલઉમરાવનો ખિતાબ આપવામાં આવ્યો હતો, અને અમે જે સમયની વાત લખીએ છીએ, તે વખતે તે તેલંગણને સુ હતા.*
સુલ્તાન કુલિખાં પિતાના શાહી એરડામાં આમતેમ આંટા મારતો વિચાર કરતા હતા, પણ તેને મુબારકની જાળમાંથી æવાને એક પણ ઇલાજ સૂઝ નહિ. દિલશાદખાનમ, તે બહેતની હૂર, તેની નરેનજરને કુરબાં કરવી? એક બદચલન અને બદહવશ આદમીને તેને સ્વાધીન કરવી? સ્વાધીન કરવી એટલું જ નહિ, પણ સદાને માટે તેને દુઃખના દરિયામાં ઠેલવી?” એ વિચાર તેના અંતરમાં શળ લેતા હતા. તે આ પ્રમાણે વિચાર કરતે હતો, એટલામાં એક બાંદી ત્યાં આવી વિનયપૂર્વક નમન કરી બોલી:–
હુકાર ! દસ્તરખાન તૈયાર છે. બેગમ સાહિબા આપને પધારવા અર્જ કરે છે, અને આપના નેક કદમની રાહ જુએ છે.”
બાંદીનાં ઉપલાં વચન સાંભળી સુલ્તાન કુલિખાં ત્યાંથી જનાનખાના તરફ ચાલ્યો.
* સુલ્તાન કુલિખાને માટે એક યૂરોપિય લેખક નીચે મુજબ જણાવે છે
અમિર ઇરકર, જેને જ્યેષ્ઠ પુત્ર જહાનશાહ તેના પછી રાજ્યાધિકારપર આવ્યો હતો, અને જેને પ્રપાત્ર હસનઅલિ તે વંશને છેલ્લે રાજ્યાધિકારી હતું તે-અમિર ઇસ્કન્દર-ના નાના પુત્રના વંશમાંથી સુલ્તાન કુરાવિન્યુ ઉત્તરી આવ્યું હોય એમ સંભવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com