________________
નક મહેલની રાજખટપટ
આમ કરવાથી નુકસાન શું છે? ઉમરાને ઈરાદે સલ્તનતના વજીરના કાવાદાવા તેડવાને છે. હજૂર જે આપ બરાબર વખત સાધી કામ લેશે તે એક આલિશાં પ્રાંતના માલેક બનશે, અને આ કમતરીનને પણ એથી જરૂર તરકી મળશે, શાહના બદચલનથી એક પછી એક ઉમરાવે સ્વતંત્ર થતા જાય છે, રાજ્યના ટૂકડા થતા જાય છે. આપ આમ ક્યાં સુધી બેસી રહેશે? જે આજ આપ જાગૃત નહિ થાવ, તે પાંચ વર્ષ પછી તે કામ કરવું પડશે. પણ સવાલ એ છે કે, આવો પ્રસંગ ફરીથી મળશે કે કેમ?”
મલેક! એમ કરવું એ નાફરમાન છે?”
નાફરમાન ! નાફરમાન!” મલેક આશ્ચર્ય બતાવતાં બે “દુનિયામાં પોતપોતાની ઉન્નતિ કરવી એ દરેક માણસને બરહક છે. જે એમ છે તે પછી ખુદાએ ઇન્સાનના દિલમાં હવસે શા માટે પેદા કર્યા?”
“બે ખુદાએ માણસના દિલમાં હવસે પેદા કર્યા છે તો તેને રેવાને માટે બુદ્ધિ પણ આપી છે. જે જહર ઉત્પન્ન કર્યું છે, તે તેને માટે ઉતારની પણ વ્યવસ્થા કરી રાખી છે. માણસે નેક રાહે જવું, એ તેની ફર્જ છે.”
પણ આમાં બદી ક્યાં છે? જે આપને કેઈ સાપે ડંખવા આવે તો તેને છુંદી નાંખે, એ શું પાપ છે? જે આપના પર કઈ બૂરે દુશ્મન વાર કરે તે તેના જાન લેવામાં શું પાપ છે?”
મલેક! મને આ તહરિરની જરૂર નથી. હું મારા માલેકના દુમને સાથે ભળીશ નહિ, હું તેમના કામમાં લેશ પણ સહાય આપીશ નહિ; મને ખુદાએ જે આપ્યું છે તેમાં સંતોષ છે.”
સતેષ' એ લગ્ન દિલેરના લુગતમાં નથી.” બેરહમ બદમાશ ! તું મને મારા માલેક પ્રત્યે બેવફા થવા ઉશ્કેરે છે ?
“હજરતે આલા! હું આપને ઉશ્કેરતો નથી, હું કંઈ કરતો નથી; આપ બરાખર મારા કાબુમાં છો; બને તરફથી મારા સકંજામાં સપડાયા છે. હું જેને આપ રાજ્યના દમન લેખે છે તેને જ ફક્ત માણસ નથી. તેઓ પોતાનું કામ પાર ઉતારે કે નહિ તેમાં મને લાભ કે નુકસાનની પરવા નથી. એ ખરી વાત છે કે, જે ઉમરાવો વછેરે સલ્તનતના જુલમમાંથી છૂટા થવા માંગે છે તેમને મદદ આપવા મેં હા ભણું છે, પણ મને અહીં રાખવામાં બીજી મતલબ છે. કાસિમ ખરિદ કાચું પુતળું નથી. તે પિતાની બાજી કેમ ખેલવી એ સારી રીતે જાણે છે. તેણે મને અહીં રાખે છે તેમાં તેની ઉંડી મતલબ છે. આપના દુશ્મને એ આપને માટે જે વાતે ચલાવી છે, શાહના કાનમાં જે ભંભેરણી કરવામાં આવી છે તેમાં કંઈ વાદ છે કે નહિ તેની તપાસ કરવાને, આપની ચાલચલગત પર બારીક નજર રાખવાને, મને અહીં મેલવામાં આવ્યો છે. હુજુરેવાલા! હું શું જોઉં છું? આપને જરા ફેસલાવામાં આવે, આપને રાજ્યની લાલચ બતાવવામાં આવે, તે આપ તરત આપના સુલતાન તરફ બેવફા નીવડવાને તૈયાર થાઓ તેવા છો. આની સબૂત આજ મારી પાસે મોજુદ છે. હજરત ! આપની વફાદારીની ઢાલ આ કાગળની તરવાર સામે ટકે એમ નથી. આ કાગળપર આપના દક્ત છે. એ શાહના હાથમાં મૂક્તાં આપની તર્કદારી રહેવાની નથી. આ૫નું શું થશે, તે ખુદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com