________________
ધમની ઉષા
તે બુડની માફક વળગ્યા. અમે બંને જણ નદીમાં પડ્યા, પણ ખુદાની મહેરથી હું મારી જાન બચાવી શક્યો. રસ્તામાં મને બે માણસે આ તરફ આવતા મળ્યા. તેઓને મને શોધી કાઢવાનો આદેશ હતું, અને જે હું ન મળે તે આ ખત આપને પહોંચાડવાને તેમને ફરમાવવામાં આવ્યું હતું. હજરત! આપ જેશે કે, મેં મારી ફરજ અદા કરી છે.”
બનીચ, બદમાશ! પાછ!” સુલ્તાન કલિખાએ કહ્યું; “પણ મારી દીકરીનાં લગ્ન તો તારે હાથે જ થયાં હતાં ને?” =
નહિ હજરત !” તે જાસૂસે કહ્યું, “નામવર ! શાહજાદી સાહિબાનાં લગ્ન થયાં જ નથી. હજી તેઓ કુંવારાં છે. આ વાતની આપને ખબર નહિ હોય, પણ હજરત ઈઝામુદ્દોલા આ વાત જાણતા હતા. મેં આ વાત ન જણાવવા દશ દિવસ સૂધી મના કરી હતી. કારણ કે દશ દિવસમાં હું કયાં કયાં પહોંચી ગયો હેત તે આપના જાણવામાં આવત નહિ.” ..
દિલશાદનાં લગ્ન થયાં નથી ! એ શી રીતે?” સુલ્તાન કુલિખાએ પૂછયું.
“હજરત ! આ બંદાની ગુસ્તાખી માફ કરે તે બધી હકીક્ત આપને જણુંવું.”
અત્યારે તે ગુસ્તાખી માફ કરવાની વાત કરે છે, પણ વળી વધારામાં ઇનામ પણ માગી લેને ?” સુલતાન કુલિખાએ કહ્યું.
“ઇનામ આપે તે નામવર ! આપની દયા, આપના દયાળુ હૃદયની કીર્તિ જહાંરેશન છે.”
“વાર, પણ હકીકત શી છે તે તો જણાવ,” ઈનાયતખાંએ કહ્યું. “હજરત ! પણ ખતાની માફી કબૂલ છેને?”
કબૂલ, કબૂલ, કંઈ નહિ તે જોઈ લેવાશે. તારી હકીકત શી છે, તે પ્રથમ જણાવ.”
વારુ તે ગરીબ પનાહ!” ફકીરે કહ્યું, “આપ આ પત્ર પરથી જાણી શક્યા હશે કે બંદે ખરેખર ફકિર નથી, પરંતુ જાસૂસ છે. મને હજરત દસ્તુર દિનારખાંએ એક કઠિન કામની સોંપરત કરી હતી, અને તે એ કે, આપના કેટલાક કીંમતી દસ્તાવેજ મારે છૂપી રીતે કાઢી લેવાના હતા, અને આપને બને તે અમારા પક્ષમાં સામેલ કરવા; નહિ તે, બીજી કઈ બાજી રચી આપને આ વેળાએ શાહને મદદ કરવા જતા અટકાવવા. જયારે હું વરંગુલ આવ્યો ત્યારે કેટલીક હકીકતથી હું વાકેફગાર હતો, અને કેટલીક હકીક્ત ત્યાં આવી જાણું. આપને ત્યાં હું આવીને રહ્યો, ત્યારે આપે મારી સેવામાં એક બાંદીને રેકી હતી. આ બાંદીને કહેવાથી હું જાણી શક્યો કે, શાહજાદી સાહિબા દિલશાદખાનમ મલેક મુબારકખાં સાથે અંતરથી લગ્ન કરવા રાજી નથી, પણ કંઈક કારણસર તેઓ તેમ કરવા પ્રસ્તુત થયાં છે. તે બાંદીએ આ લગ્ન ન થાય તો ઠીક એમ ઇચ્છા દર્શાવી, આ ઉપરાંત બીજી બીન એમ બની કે, ખયરુન્નિસા જે જાહેરમાં મલેક મુબારકખાંને ત્યાં રહેતી હતી, પરંતુ ખરેખરી રીતે તો તે સામા પક્ષમાં ભળેલી હતી, અને જ્યારે તે કળી ગઈ કે, મલેક મુબારકને વિચાર શાહજાદી સાહિબા સાથે લગ્ન કરવાને છે, ત્યારે તેણે મલેક મુબારકખાપર વેર લેવા નિશ્ચય કર્યો. અને આ શાદી બને તે અટકાવવી એમ મને આગ્રહપૂર્વક આજીજી કરી. મેં પણ ધાર્યું કે, આ ઘોટાળામાં આપ કદાચ અહીં જ રહી પડશે તેથી એ કામ માથે ઉડાવ્યું, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com