________________
૧૫૪
રોનક મહેલની રાજ ખટપટ
પ્રકરણ ૨૧ મું
પ્રેમની ઉષા ઈઝામુદ્દોલા તે કિલ્લાના પટાંગણમાં ઉભો હતે. સામે સિપાઈઓની હાર ગોઠવાઈ હતી, અને તેમની બાજુમાં તેમનો નાયક ઉભે હતો. તે સુલ્તાન કુલિખાંની ફરમાવેલી સજા અમલમાં મૂકવા તૈયારી કરી રહ્યા હતા. પટાંગણમાં મસાલનું અજવાળું ભડભડ બળતું હતું. રાત્રિ શૂન્યસુનકાર ભાસતી હતી.
તે નાયકે ઈકામુદૌલાને ઉદ્દેશી કહ્યું, “હજરત! આપ તૈયાર છે?” શાંત ગંભીર સ્વરે પ્રત્યુત્તર મળે,
સેવક તૈયાર છે. મારે ખુદાની બંદગી ગુજારવી હતી તે હું ગુજારી ચુક્યો છું.”
તેઓ તેને લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. શાંત મુદ્રાએ મૃત્યુને આલિંગન કરવા જનાર આ વીર નર તરફ સઘળાની આંખ ચોંટી હતી. સઘળાનું ધ્યાન એક ટશે એની તરફ વળ્યું હતું. દરવાજાપરના પહેરેગીર પણ આ દેખાવ જોઈ રહ્યા હતા. તેઓ એમાં એવા તો મશગુલ થયા હતા કે, દરવાજામાં એક જણે તે વેળા દાખલ થઈ અંદર ચાલ્યું ગયું તેનું પણ ભાન તેમને રહ્યું નહિ.
ઈકામુદૌલાને ચેહેરે શાંત અને ગંભીર હતો. દિલશાદના પ્રેમે તેની અંતરવ્યથા પર અમૃતસિંચન કર્યું હતું તેથી તેની યાતના દૂર થઈ હતી. એક પ્રકારને આનન્દ તેના મનમાં થયો હતો, અને તેના હૈયામાં એક પ્રકારની હિંમત આવી હતી. મૃત્યુના ભયની લેશ પણ છાયા તેના મેપર જણાતી ન હતી. તે નિડરતાથી, નિઃશંકપણે પોતાની સજા ભોગવવા તૈયાર થયું હતું. તેને આવો ભાવ જોઈ કેટલાકના મનમાં તેને માટે માનની લાગણી ઉત્પન્ન થઈ. તે સિપાઈઓને નાયક ક્રૂર સજાને આદેશ આપવા જતો હતો. તેના મોંથી શબ્દો બહાર પડવાની તૈયારીમાં હતા, એટલામાં એક માણસ ઇઝામુદ્દોલા પાસે આવી સામો ઉભે.
“આપ કેણું છે?” નાયકે પૂછયું; “આપને અહીં શું કામ છે? આપ કઈ ફકીર જેવા જણાઓ છો?”
“નામદાર સુલ્તાન કુલિખાં કયાં છે?” તે ફકીરે સવાલ કર્યો. “અંદરના ઓરડામાં હજરત બીરાજે છે,” નાયકે જવાબ વાળ્યો.
તે આપ મહેરબાની કરી નામવરને અરજ ગુજારે કે આપ અહીં પધારે. હું ઘણું અગત્યની ખબર લઈ આવ્યો છું. આ ખબર ઘણું જ જરૂરી છે, અને તે ખબરથી આ માણસની સ્થિતિ બદલાઈ જવાનો સંભવ છે એટલું જ નહિ, પણ એ ખબરથી હજરતને પણ આનંદ અને સંતોષ થાય, તો તે નવાઈ જેવું નથી.”
તે શું આપ હજરતને અહીં તેડાવવા ચહાઓ છે?” તે નાયકે પુનઃ પ્રશ્ન કર્યો.
જી, હા, સિપહાલાર સાહેબ!” ફકીરે જવાબ વાળે, “આ ખુદાને બંદે આપને એ જ અર્જ કરી રહ્યો છે.”
તરત જ એક સિપાઈને સુલ્તાન કુલિખાને બોલાવવા માટે મોકલવામાં આવ્યું. અને થોડીવારમાં સુલ્તાન કુલિખાં, ઈનાયતખાં અને મલેક મુબારક ત્યાં હાજર થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com