________________
દેષિત ઠયી
૧૫૩
દરવાજો ઉઘડ્યો. ઈનાયતખાં અંદર દાખલ થયો. તેની પાછળ સિપાઈઓ પણ અંદર આવ્યા.
ઉમરાવ સાહેબ! આમને મારે હુકમ કહી સંભળાવ્યો છે ને? તે બસ. લઈ જાવ આમને, અને શિક્ષા અમલમાં આણ” સુલ્તાન કુલિખાએ કહ્યું.
દિલશાદ ઉઠી, દેડી, અને ઈઝામુદૌલાને વળગી પડી.
“નહિ, હું નહિ મરવા દઉં” તેણે કિકિયારી મારી કહ્યું, “જોઉં છું જે મને કેણુ અળગી કરે છે? જો હજરતને ફાંસીની સજા ફરમાવવી હોય, તે ત્યાર પહેલાં મને પણ તેજ સજા ફરમાવે. જે એમના શરીરને વીંધી નાખવું હોય, તો પહેલાં મારા શરીરને વીંધી નાખો. મારા શરીરને વધ્યા વગર એમનું શરીર વધાવા નહિ દઉં.”
લઈ જાવ, જલ્દીથી લઈ જાવ.” સુતાન કુલિખાએ કહ્યું. ઈઝામુદ્દોલાએ દિલશાદને હળવેથી શ્રી કરી, તેને હજરત ઈનાયતખાને સ્વાધીન કરી. એક પ્રેમભરી દષ્ટિ નાંખી સિપાઈઓને ઉદ્દેશીને કહ્યું,
હું તૈયાર છું.”
સિપાઈઓના નાયકે આજ્ઞા કરી કે, સિપાઈઓ હારબંધ પટાંગણ તરફ ચાલ્યા. તેમની સાથે ઇઝામુલા જવા લાગ્યા. જતાં જતાં તેણે પાછળ દૃષ્ટિ કરી, પણ તે એક ઝાંખી પૂરતી.
દિલશાદ ઈનાયતખાના હાથમાંથી છૂટી થઈ તેની પાછળ દોડવા ગઈપણ એટલામાં કેઈએ દરવાજો બંધ કર્યો. તે ઇકામુલાના નામને પૂકાર કરવા લાગી. બારણુને ઠેકવા લાગી. આખરે હતાશ થઈ તે પોતાના પિતા તરફ વળી બોલી,
“શું આપને જરા પણ દયા નથી? શું આપ સર્વને કંઈ પણ કદર નથી? અહાહા! મરતાં મરતાં પણ જે ઉપકાર કરી ગયો તેને આ બદલે! આ શું ઘટિત છે? યોગ્ય છે? ન્યાયે છે? પણ હાય! ઈશ્વરને ઘેર દયા નથી; નહિ તે આમ કેમ થાય? ઓ મારા ખુદા! હું આ શું જોઉં છું? મને મત કેમ નથી આવતું?” એટલું કહી તેણે હાથવતી કપાળ કુટયું, અને મૂચ્છ ખાઈ જમીન પર પડી.
આણી તરફ મલેક મુબારક તે સગડી કે જેમાં તે પત્ર ભસ્મીભૂત થયે હતું ત્યાં જઈ ઉભો રહ્યો. એ પત્ર જે તેને હાથમાં હતા તે સુલ્તાન કુલિખાં તેના સપાટામાં આવત, અને તેણે કંઈ નવું જુનું કરી બતાવ્યું હતું. કંઈ નહિ તે વરંગુલમાં તેણે સત્તા, પિતાની સત્તા બેસાડી હતી તેને આ સાંભરી આવતાં દિલમાં ચીરા પડવા લાગ્યા. તે પોતાના નસીબને દેષ દેવા લાગ્યો.
ઇનાયતખાં દિલશાદને પવન નાખવા લાગ્યો, અને નોકરને બોલાવી શયનગૃહમાં તેને લઈ જવા આજ્ઞા કરી. સુલ્તાન કુલિખાં પાષાણુનાં પુતળાની માફક નિસ્તબ્ધ, જાણે તેની વિચારની કે વાચાની શક્તિ ગુમ થઈ હોય તેમ ઉભો રહ્યો.
RRRRRR
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com