________________
૧૪૮
રૌનક મહેલની રાજખટપટ
બુદ્ધિશાળી છે, અને વિદ્યાથી વંચિત નથી. આપના જેવી સ્થિતિને માણસેએ પિતાનું વર્તન યોગ્ય માર્ગે વાળવું જોઈએ. એક અજ્ઞાન માણસને હાથે આવો દેશ થયે હેત તે જુદી વાત હતી, પરંતુ આપના જેવાને હાથે આ ગંભીર ગુહા એ વધારે ગંભીર કરે છે. બીજાઓ.અજ્ઞાન, અને અણસમજણનું બહાનું રજૂ કરે, પણ આપને તે ઈશ્વરે તેવું કંઈ કારણ આપ્યું નથી. આપના ઉપર ગુન્હો પૂરવાર થયો છે, અને તેને માટે એક જ શિક્ષા છે. આ ગંભીર ગુન્હાને માટે, રાજદ્રહને માટે આપને મૃત્યુની શિક્ષા ફરમાવવામાં આવે છે. આ કિલ્લાના પટાંગણમાં મૃત્યની સજા અમલમાં મૂકવામાં આવશે.”
ઇકામુદ્દોલાએ શાંત ચિત્તે આ સર્વ સાંભળ્યું. તેની મુદ્રામાં લેશ પણ વિકાર થયે નહિ, પણ આ સજા સાંભળતાં દિલશાદનું દિલ તૂટી ગયું. તે એકદમ ઉભી થઈ બેલી, “યા ખુદા! આ હું શું સાંભળું છું? શું આપ સર્વ આ હજરતને મોતની સજા ફરમાવો છે? તે કદિ બનશે નહિ. હું તેમને મરવા નહિ દઉં. અગર જો આપ એમને ફાંસીએ ચઢાવશે, તે હું પણ સાથે ફાંસીએ ચઢીશ. હું તેમને વળગી રહીશ. હું તેમને બાઝી પડીશ, અને સાથે જ બહેશતમાં જઇશ.”
ઇનાયતખાં ઉભે થે. દિલશાદને ખભે હાથ મૂકી તેને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો, પણ દિલશાદ મેટેથી બેલી ઉઠી.
નહિ, નહિ, કદિ નહિ. હું અહીંથી દૂર ખસવાની નથી. હું મારા મનમંદિરના પૂજારીને છોડીશ નહિ, આ છેલ્લી ઘડીએ આ મતની અણી પર હું તેમને એકલા જવા દઈશ નહિ. આપ એકના પ્રાણુ , તે તેની સાથે બીજાના પણ પ્રાણ . હું ના કહેતી નથી. હું સહગમન કરીશ.”
મલેક મુબારક ઉઠી ઉભો થયો. ઈનાયતખાની પાસે આવી તેણે કહ્યું, “હજરત! આપ રહેવા દો. હું સમજાવી લઈશ.” વિકરાળ અને ફાટે ચેહેરે, ગુસ્સાથી દિલશાદ બેલી,
“નહિ, નહિ, હું આપની બીબી નથી. હું આપની બીબી થવું તેના કરતાં મરણું પામું એ હજાર દરજે બહેતર છે. આપના શરીરને સ્પર્શ કરવામાં પણ પાપ છે. હું માથાપર વીજળીનું પડવું સહન કરીશ, શૂળી પર ચઢીશ, આંખમાં તીર કાશે તે તે મંજૂર કરીશ, ગળાપર સમશીરના ઘા સહીશ, બળતી આગમાં કુદીશ, યા તો ઈઝામુદ્દોલા સાથે જીવતી કબ્રમાં દટાઇશ; પણ હું કદિ રૌનક મહેલનું મેં નહિ જોઉં. આવ, મોત! જલ્દી આવ, તું તારા ઠંડા હાથથી આ કાળજાની આગને બુઝાવ. મને તારી શીતળ છાયામાં લઈ લે, કે આ દુનિયાનાં દુઃખને પાર આવે.”
| દિલશાદની બેલવાની છટા, તેના શબ્દોમાં રહેલી ઘણા, અને તિરસ્કારની તીવ્રતમ લાગણું, મલેક મુબારક્તા આત્મામાં શળ ભેકવા લાગ્યાં. તેના મોંમાંથી શબ્દો નીકળ્યા નહિ. તે ધ્રુજતે શરીરે ને કેધિષ્ટ મુદ્રાએ દિલશાદના સામું જોઈ રહ્યો.
ક્ષણવાર પછી તે સેજ શુદ્ધિમાં આવ્યો અને બોલ્યા,
બાનુ! તે પાક પરવરદિગારને આભાર માને કે, હું આપના ખતા સામું તે નથી, અને ગઈ ગુજરી વિસરી જાઉં છું. એટલો હું ભલે છું, કે તમારા દોષને દરગુજર કરી, હું માફી આપવા તૈયાર થયે છું.”
- “મને માફીની જરૂર નથી. મેં માફી માગવા જે ગુન્હા કર્યો નથી, હિલાદે જવાબ આપ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com