________________
ચકમક જામી
૧૩૯
પણ બારણું બંધ હતું. મહા મહેનતે તેણે તે બારણું તોડી નાંખ્યું, અને દિલશાદને અને તેની સાથેની સ્ત્રી તથા ફકીરને અંદર મેકલ્યાં, અને પોતે રક્ષણ કરતો બહાર ઉભે રહ્યો. બેચાર જણ તેની સામે થયા, તેમની તેણે ખબર લીધી. એટલામાં ઉપરથી ખયરુન્નિસાને પડતી જોઈ, તે તે તરફ વળ્યો, અને ત્યાર પછીની બીના વાંચકેને અવગત છે.
ખયરુન્નિસા અસલ ઇરાનની વતની હતી. તેના લગ્ન ખુર્રમ સાથે થયાં હતાં, પણ તે ગરીબ અવસ્થામાં હતું, અને ખયરુન્નિસાને તેના પર પ્યાર ન હતો. તે ખૂબસૂરત હતી, તેના અવાજમાં એક અપૂર્વ મીઠાશ હતી; અને વાતચીત અને હાવભાવ એવા હતા કે જોતજોતામાં સામા આદમીનું મન હરણું કરી લેતી હતી. જે એક વાર તેને જોતા તે તેનામાં લુબ્ધ થઈ જતા હતા. તે દારા નામના એક માણસ સાથે ત્યાંથી નાસી નીકળી, હિંદુસ્થાનમાં આવી, અને ફરતાં ફરતાં બિદુર આવી. બિઠુરમાં તે એક ગાવાવાળાની નજરે પડી, અને તેણે તેને ખરીદી લીધી. ગાવામાં તે ઘણી કુશળ હોવાથી તે રાજદરબારમાં જતી થઈ, અને આખર તે એક સરદારની સાથે લગ્નગાંઠમાં જોડાઈ. આ ઉમરાવનું મૃત્યુ થયું, અને તે ફરીથી વકિલ ઉલ સલ્તનતના કહેવાથી ઉમરાવ ઉલ નાસિરખાંને પર્ણી, પણ આમ કરવામાં તેને હેત જ હતો. તેને એક નાના સ્વતંત્ર રાજ્યની માલિકી બેગમ થવાની હોંશ હતી. એટલામાં નાસિરના મરણની બૂમ આવતાં તેને મલેક મુબારકને ત્યાં રાજખટપટી વછરે મોક્લી હતી; પરંતુ તે વછરના કામ કરતાં પિતાના કામપર ઝાઝું ધ્યાન આપતી હતી. નાસિરના મરણની વાત ખોટી ઠરી, અને ભેગજેગે નાસિરને તેને પ્રથમને ધણું મળે, તેણે ઉપર પ્રમાણે વેર વસુલ કર્યું.
સક્ઝઝિgo પ્રકરણ ૧૯ મું
ચકમક જામી “આપ ઘણું મોડા આવ્યા,” ઈનાયતખાંએ કહ્યું. મેડે! શી રીતે મેડે?” મલેક મુબારકે પૂછ્યું.
લૂંટારુઓને મારી નસાડવા વેળાસર આવી પહોંચ્યા નહિ,” સુલ્તાન કુલિખાએ કહ્યું.
હાં, સમ. ખયર, લુટારુઓને નાસી ભગાડવાને માટે ભલે વેળાસર ન આવી પહોંચ્યો હોઉં, પણ મારા વેરની વસુલાત માટે તે વેળાસર આવી પહોંચ્યો છું ને?”
જાણે લડવાનો પિત્તો ઉછળી આવ્યું હોય એવો દેખાવ કામુલાના ચહેરાએ ધારણ કર્યો. તે મંદ પગલે આગળ સર્યો, અને મલેક મુબારકની પાસે સામે આવી ઉભે. મલેક મુબારકની મુદ્રામાં પણ વિકાર થયો. તેની આંખમાંથી વેરની ચીણગારીઓ ખરતી હતી. તેણે પોતાની તરવારપર એવી રીતે હાથ રાખ્યો હતો કે, સામા માણસેનાં મનમાં એમ થઈ આવતું હતું કે હમણું આ બન્ને વચ્ચે ચકમક જામશે. બીજા ગુપચુપ આ દેખાવ જોતા ઉભા રહ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com