________________
૧૨૮
ૌનક મહેલની રાજખટપટ અરે ના, એમ તે હોય!” નાસિરખાએ જવાબ વાળે; “પણ હજાર! વાત એમ છે કે, વરંગુલમાં કામ કરી લીધા પછી મારે પાછા લડાઈમાં હાજર થવાનું છે, અને ત્યાર બાદ પાછો હું ઈરાન જવા માગું છું.”
“ઈરિન ! શા માટે ઈરાન જવું છે? હવે ત્યાં શું છે? જ્યાં સૂધી સામા પક્ષના હાથમાં બાજી છે, ત્યાં સુધી આપણું કંઈ વળે એમ નથી.”
“ખરું, પણ હવે બાફેરવાઈ છે,” નાસિરખાએ જવાબ વાળે, “સામા પક્ષનું બળ તુટયું છે, અને હવે શાહને ઇતબાર તેના પરથી ઉઠી ગયો છે. આપણે જાગીર વગેરે પાછું મળવાનો સંભવ છે, એવા સમાચાર ઈરાનથી પાછા ફર્યા છે.'
એમ? ત્યારે તે ઘણું સારું, પણ હું એમ પૂછું છું કે, અહીં હિંદુસ્તાનમાં પણ શું ખોટું છે ?”
“ખોટું તે કંઈ નથી,” નાસિરખાએ કહ્યું; “એને શાયર કહે છે કે ” હબ્બે વતન અજ સુલયમાં ખૂશતર.*
“ઠીક તો જેવી મરજી; પણ નાસિર : આજ તું બરાબર વખતે આવી પહોંચ્યો છું. આજકાલ પાછી લડાઈ ચાલુ છે. હું ધારું છું કે, એ કાકરેનાં ટેળાં તીડની માફક અહીં આવશે.'
આમ તેઓ વાતચીત કરતા હતા એટલામાં એક નોકર ત્યાં દાખલ થયે. તેણે વિનયપૂર્વક સલામ કરી કહ્યું -
“હુજૂર ! એક સિપહાલાર કોઈ સ્ત્રીને લઈ આવેલ છે, અને આપને મળવા માગે છે.”
અહીં હાજર કર.” ઇનાયતખાએ જવાબ આપ્યો. કિલ્લાના માણસો સાથે ઇક્રોમુદ્દોલા દાખલ થયો, અને બેલ્યો, “આદાબ અહય કિબ્લએ નેમત; આપનું જ નામ મુબારક ઈનાયતખાને?” “જી, હા, બંદાને ઇનાયતખાં કહે છે.” “આપનું મુબારક નામ? “ગરીબ પરિવર! આ બંદાને ઈકામુલા કહે છે.”
“આપનું નામ તે મેં સાંભળેલું છે. આપે શાહ તરફ તે જંગમાં ફતેહ મેળવી હતી, નહિ વા?”
“જી, ઇન્સાનની શી મજાલ છે કે, તે ફતેહ મેળવે? ફતેહ આપવાવાળો જીલ જલાલ છે. હજરત ! મારે કંઈ કામસર વરંગુલથી પાછું ફરવું થયું હતું. રસ્તામાં આ બાનું સાહિબાની સાથે જંગલમાં મુલાકાત થઈ. તેના સાથીદાર સર્વ માર્યા ગયા છે, અને તેમને મચ્છ આવતાં હું અહીં લઈ આવ્યો છું.”
ઇનાયતખાંએ પિતાના નેકરને ખયરુરિસાને ઉપરના ઓરડામાં લઈ જવા હુકમ કર્યો. પછી ઈઝામુદ્દોલા તરફ વળી કહ્યું,
હજરત ! આ લુટારુ તે દક્ષિણ ઉમરાના મદદગાર છે ને?”
“હશે, તેથી શું?” ઈશ્ચામુદ્દોલાએ જવાબ આપે; “કામ પ્રસંગે બીજા ઉમરાવો પણ તેમની મદદ કયાં લેતા નથી?
વાંચનાર! કદાચ ઇનાયતખાંની આ મમોક્તિ નહિ સમજે. વાત એમ હતી * પિતાનું વતન એ સુલેમાનના તાળા કરતાં પણ વધારે આનંદદાયક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com