________________
પિત્ર હાથ આવ્યો
૧૧૯
કામુદૌલાને તેના ચહેરાનું સ્મરણ થતાં તેના મનમાં એમ થઈ આવતું હતું કે, શું એનું દિલ પત્થરની માફક સખ્ત છે? સંભવિત છે. શા માટે નહિ? તેણે પોતે જ તેને કહ્યું હતું કે, હું માત્ર તે પત્ર લેવાને માટે આવી હતી, અને પત્ર મેળવી પાછી વરગુલ જવા ઇચ્છતી હતી. આટલું છતાં ઈઝામુદ્દોલાનું દિલ માનતું નહિ. તેના મનમાં તેના જ તરંગે ઉઠતા હતા. ઘડિમાં તેનું વિષન્ન મુખ, તેના મીઠા બોલ, તેની વિલાયેલી આંખે, તેના અવયનું હલનચલન તેની દૃષ્ટિ આગળ ખડું થતું. તેણે એમ માન્યું હતું કે, દિલશાદનું દિલ આસ્તે આસ્તે પીગળવા માંડ્યું હતું. તેને અહંકાર દૂર થતો હતો. તેને સબળ પ્રેમપ્રવાહ તેને હૃદયના પ્રવાહને પોતાની તરફ ખેંચતા હતા, પણ તેના એક જ શબ્દ ઈમુદ્દૌલાના દિલ પર કારી જખમ કર્યો હતો, તેનાં સુખનાં સ્વમાં ભાગી નાંખ્યાં હતાં. આ વિચાર આવતાં તેના મનમાં ધની લાગણી ઉત્પન્ન થઈ આવી, પણ તરત જ તે વિચાર પલટાઈ ગયે. તેને લાગ્યું કે, મારા જેવા એક ગરીબ સૈનિકને ઇશ્ક સાથે શું કામ? આ સમયે દક્ષિણમાં ભારે ઉથલપાથલ થતી હતી. કહીં કહના માણસે આવી ભાગ્ય પરીક્ષા અજમાવતા હતા. કેટલાક સાહસિક નરે પિતાની ઉમેદ બર આણુતા હતા, અને ઈકામદૌલા કરતાં બુદ્ધિમાં ઉતરતા અને શૌર્યમાં નબળા માણસેએ પિતાની અભિલાષા તૃપ્ત કરી હતી. ઈઝામુદ્દૌલાને પિતાનું ઈષ્ટ સાધવાને ઘણી સુગમતા હતી. તેણે લડાઇમાં નામના મેળવી હતી. તેના શૌર્યને કે મેર વાગી રહ્યો હતો. પોતાના સ્વામીની તેના પર પૂર્ણ મહેરબાની હતી, છતાં તેણે અત્યાર સુધીમાં કીર્તિ સિવાય શું મેળવ્યું હતું? જે તે મલેક મુબારક કે બીજા કેટલાક રાજ્યના માણસો જેવો ખટપટી, કાવાદાવા રમવામાં કુશળ, પિતાને હેતુ સિદ્ધ કરવા ગમે તેવા ઉપાય યોજવામાં નિડર એ હેત તો આજ તેને બેડે પાર થઈ ગયો હેત. પણ તે બીજાની માફક વાં માર્ગે જવા ઇછત નહિ. જે ઉપયોગી કામને અર્થે તે વરંગુલમાં આવ્યું હશે તે લગભગ પાર પાડવાની અણી પર આવ્યું હતું, પણ તે છેલ્લી ઘડીએ ફસ્કી ગયું. શાથી ૮ માત્ર એક રમણુના પ્રેમથી. અહા ! પ્રેમ! તારી શી અપૂર્વ બલિહારી! કે પ્રબળ પ્રભાવ! એક વખત આંખમાં પ્રેમનું અંજન અંજાયા પછી દુનિયા કંઈ અપૂર્વ વિલક્ષણ ભાસે છે. ઈમુદ્દોલાની પણ તેવી જ સ્થિતિ હતી. નથી તેને રાજકાજનું ભાન, નથી તેને કોઈ બીજી બાબતમાં આરામ, છે માત્ર તે સુંદરીના પ્રેમનું ધ્યાન. તે વરંગુલમાં આવી પિતાને ઉદ્દેશ સિદ્ધ કરી શકો નહિ, કેસિદ્ધ થયેલ તેના હાથમાંથી સરી પડ્યો. અને હવે? હવે તે સિદ્ધ થાય એની આશા જ ક્યાં હતી ? ફરીથી તે પત્ર હાથમાં આવે, તો પણ તેનાથી શું ફાયદો થવાને હતો ? એ પત્રને ઉપગ નહિ કરવા તેણે પોતે જ દિલશાદને શું વચન આપ્યું ન હતું? આપ્યું હતું. ત્યારે હવે વરંગુલમાં રહેવાથી ફાયદો શે ? પાયતખ્ત પાછા ફસ્ત્રામાં બટું શું? કંઈ જ નહિ. પણ હા, તેને સ્વામી તેને માટે હવે શું મત ધરાવશે? અત્યાર સુધી જેની ધારણું એવી હતી કે, ઇઝામુદ્દોલામાં કેવળ સમરમાં સામર્થ્ય બતાવવાની શક્તિ છે એમ નહિ, પરંતુ રાજનીતિમાં પણ કુશાગ્રબુદ્ધિ છે, તેઓ તેને માટે કેવા પ્રકારની કલ્પના કરશે? તેઓ તેને નિષ્ફળ પાછો ફરેલો જોઈ શું કહેશે? રાજકાજના ખેલાડીપણામાં કાચો છું યુક્તિના પાસા ફેંકતા આવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com