________________
૧૧૮
રૌનક મહેલની રાજખટપટ અગર દાનિસ્તમી રેજે અજલ દાગે જુદાઇરા.
નમી કરદમ બદિલ રેશન ચરાગે આપનાઇશ* નસીમાબાદ પાસે જ જણાવા લાગ્યું. ઈઝામુદ્દોલા બોલ્યો,
“શાહજાદી સાહિબા! જૂઓ આ સામે નસીમાબાદ. આપ ત્યાં સીધા, હું વારંગલ તરફ પાછો વળું છું. ખયરુન્નિસાને મળું છું, અને જે તે પત્ર મેળવવામાં હું ફત્તેહમંદ નીવડીશ તે આપને તે પહોંચાડીશ. પણ યદા કદાચિત હું પાછો ન ફરું કે મારી તરફથી આપને સંદેશ ન મળે, તે જાણજો કે મેં તે પત્ર મેળવવાને યત્ન કર્યો હતો, પણ તે પાર પડ્યો નહિ. શાહજાદી સાહિબા! હું આપને અહીં લઈ આવ્ય, એમાં જે આપને મારે વાંક જણાત હોય તો હું માફી હાઉં , આપ રહેમદિલથી ક્ષમા કરશે. જૂઓ, સામે પેલું મકાન. હું જાઉં છું, ખુદા હાફેજ.”
એટલું કહી કામુદૌલાએ દિલશાદના હાથ પોતાના હાથમાં લઈ અવનત ડેકે નમન કર્યું, અને પછી કંઈ બોલ્યા ચાલ્યા વગર, કે પાછું જોયા વગર તે દરીની વાટ પકડી.
દિલશાદની આંખમાં ઝળઝળીયાં આવ્યાં. જે ઈશ્ચામુદોલાએ આ સમયે તેના સામું જોયું હોત તો કેટલી તીવ્ર પ્રાર્થના, પ્રેમવ્યાકુળતા તેની એક દૃષ્ટિમાં જોઈ શકો હોત. દિલશાદ ક્ષણભર ત્યાં ઉભી રહી. પછી તરત જ હુકાં ભરતી, “ઈકામુદ્દોલા! ઇઝામુદ્દૌલા! જરા ઉભા રહે,” એમ બૂમ મારતી તેની પાછળ દેડી. ઈક્રોમુદ્દોલા ઝાડીમાં અદશ્ય થઈ ગયો હતો. તે તેની દૃષ્ટિએ પડ્યો નહિ. પાંદડાને ખડખડાટ, પવનના સુસ્વાટ તેના બોલને હસવા લાગ્યા.
પ્રકરણ ૧૬ મું
પત્ર હાથ આવ્યું ઈક્રોમુદૌલા આવેશમાં ને આવેશમાં આગળ ચાલવા લાગ્યો. તેના મગજ પર આજને બનાવ તરી આવતો હતો. રસ્તામાં તેને પકડવા નીકળેલી લુટારુઓની ટોળી, વરંગુલ પાછા ફરવામાં જાનને જોખમ, એ વાત તેના મગજમાંથી સરી ગઈ. સુલ્તાન કુલિખાના સિપાઈએ, મલેક મુબારકના માણસે, કરાલ મૃત્યુની માફક મેં ઉઘાડી તેને પકડવા તત્પર હતા, એનું એને સ્મરણ રહ્યું નહિ. તે ધુનમાં ને ધૂનમાં આગળ ચાલવા લાગ્યો. દિલશાદપરનો ચાહ તેના હૃદયમાં અગ્નિની માફક ભભૂકી ઉઠયો હતો. દિલશાદનું મુખ તેના નયન આગળ તરી આવતું હતું. તે પોતાના દિલમાં કહેતા હતા કે,
મરા મજરૂહ કર દી દર નીગાહમ રૂખ બપોશદી;
ચે તસીરમ કે દિલબુરદી વ હાલે મન ન પુરસીદી.t * ભાવાર્થ-જે હું પ્રથમ દિવસે જ એમ જાણતા હતા કે, જુદાઇની બળતરાથી પીડાવું પડશે, તે હું મારા દિલમાં પ્રેમના દિવાને પ્રગટ કરત નહિ.
It ભાવાર્થ –એક નિગાહથી મારું મન વશ કરી લીધું. અહા! એવી ભલ શી થઈ કે મારા મનની હાલત ન પૂછો એવી એ મનહરણથી થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com