________________
મેળવનાર યુવાન મોટી ઉંમરે માટે માણસ થવાની કલ્પના તે વખતે કોને હોય છે પરંતુ તે શક્તિને ઉપગ પાછળથી થાય છે. તે જ પ્રમાણે ચારિશ્વને પ્રભાવ પણ પછીજ જણાય છે. તે નકામું જતું જ નથી. - “આ જીવનમાં આવા એકાંગી જીવનથી શો લાભ? કઈ શોધમાં, કે જનસેવા વિગેરેમાં જીવન વીતાવ્યું હતું તે આ સાધ્વીજી વધુ પ્રકાશમાં ન આવત?”
આવા આવા પ્રશ્નો કેટલાક અગ્ર જીવે કદાચ કરશે પરંતુ તેમાં કાંઈ તયાંશ નથી. જેટલા યુગના જાંજવાના જળમાં જે દોડાદોડી કરી રહ્યા છે, તેટલા તો હજુ શોધ કરીને વધુ પ્રકાશમાં આવી જાય, એટલે બસ છે. તેવા પ્રકાશમાં આવવાને તલપાપડ થઈ રહેલી કરોડોની જનસંખ્યા છે. ત્યારે આવા છેડા આ પ્રકાશ ઉભો કરી પ્રકાશમાં આવે, તે તેમાં શું બિટું છે? હમેશાં ખરા સંશોધકે, ખરા વિદ્વાનો અને સાચા માણસોનાં જીવન એકાંગીજ હોય છે. અને તે જ તેઓ કોઈપણ એક ઉદ્દેશ સારી રીતે પાર કરી શકે છે. ૪. જે સમુદાયમાં દીક્ષા લીધી, તે સમુદાય
જડાવશ્રીજી મહારાજના શિષ્યા જયાશ્રીજી મહારાજના શિષ્યા શિવશ્રીજી મહારાજે સંસારી અવસ્થામાં પિતાએ ચતુર્થત ઉચર્યુંતે વખતેજ પિતાની ૧૬ વર્ષની ઉમ્મરે ચતુર્થવ્રત ઉશ્ચર્યું હતું. ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. સંસ્કૃતમાં કાવ્ય, કેષ, વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો તથા રાધનપુરમાં વિદ્વાન અને પરિણત શ્રાવક ગેડીદાસભાઈ પાસે કર્મગ્રંથાદિકને અભ્યાસ કર્યો હતે. ઉપરાંત પ્રકરણાદિકને અભ્યાસ કર્યો હતે અને જાતે અભ્યાસ કરાવતા પણ હતા. તેમને વિહાર પણ વિશાળ પ્રદેશ ઉપર થયેલ છે. અને દરેક ઠેકાણે ધાર્મિક વાતાવરણને પૂબ પ્રચાર્યાનું તેમના ચરિત્ર ઉપરથી જોઈ શકાય છે. હમેશાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com