________________
હોય છે, અમુક કાળે ખીલે છે. કેઈક પ્રસંગે કેટલાક કાળ ગયા પછી ફરીથી ઢંકાઈ પણ જાય છે, અથવા વધુ ખીલે છે.” કેમકેસારા વિદ્વાન અને સેંશિયાર માણસ પણ ચિત્તભ્રમ થવાથી, ગાંડો થવાથી, કે રોગ થવાથી તદ્દન બુડથલ અને કંટાળારૂપ બની જાય છે. એટલે કે-ખીલેલ શક્તિ ઢંકાઈ પણ જાય છે. એકને આજનું વાંચેલું વર્ષો સુધી અક્ષરશઃ યાદ રહે છે, ત્યારે બીજે “કાલે શું ખાધું?” તે પણ ભૂલી જાય છે.
આ ઉપરથી “પ્રાણીઓમાં વિવિધ શક્તિઓ હોય છે, તે જ સંજોગો મળતાં ખીલે છે, અને કઈ વાર પાછી ઢંકાઈ પણ જાય છે.” અથવા “એકમાં તુરત અને ખૂબ ખીલે છે, ત્યારે બીજામાં કેટલાયે વખત જવા છતાં સહેજ વધુ જણાય તેવી રીતે પણ ખીલતી નથી.” આમ જગતમાં શક્તિની વિચિત્રતા હોવાનું નક્કી થાય છે, અને તેથી પ્રાણિઓની જુદી જુદી લાયકાત જોવામાં આવે છે. ૪. જુદી જુદી લાયકાતના કારણે
આ ઉપરથી પ્રાણિઓના આત્માઓમાં શક્તિઓ સરખી હેવા છતાં, તે ઓછી-વધતી દેખાય છે. - દીવાને જાડા, પાતળા, પારદર્શક, ઓછા પારદર્શક વિગેરે જેવા પડદા હોય છે, તેના પ્રમાણમાં તેને પ્રકાશ ઓછ-વધત પડે છે, તે જ પ્રમાણે, આત્મા ઉપર પરમાણુઓના જથ્થાઓના બનેલા એક જાતના પડદાઓ ફેલાયેલા હોય છે.
શરીરના સ્થલ અવયવો કરતાં ઇદ્રિના અવય વધુ બારીક સ્કૃતિવાળા હોય છે, તેના કરતાં જ્ઞાનતંતુઓના વધુ બારીક અને ચેતનવંતા હોય છે, તેના કરતાં મનના ખૂબ ચપળ હોય છે. મન કરતાં આત્માનું સામર્થ્ય ઘણું તીવ્ર હોય છે. છતાં “મન અને આત્માની વચ્ચે પરમાણુઓના જથ્થાનું એક પડ હોય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com