________________
શત્રુંજય કરેલી તેથી તે વધારે ફળપ્રદ થયેલી અને તેના પ્રતાપથી તેઓ પિતાના પાપના ભારથી નિવૃત્ત થઈને મુક્તિ પામ્યા છે. આ ચમત્કારિક અકળ સ્થાનને પાર પામવાને તીર્થકરના ભકતો સરખાની પણ ધીરજ ચાલી શકે એમ નથી, તો કપર્દિ યક્ષ, કંડુ રાજા, અને તેના ઉપર પ્રસન્ન થયેલી અંબિકા, સમુદ્રવિજય યાદવ, અને કલ્યાણના સુન્દર રાજા તથા તેની અનુપમ રાણી એઓએ આ પવિત્ર ડુંગર ઉપર બંધાવેલાં દેરાસર, એ સર્વ વિષે અમે પણ લખાણ કરીને અમારા વાંચનારાઓને સમજાવવાનો યત્ન કરતા નથી.
સૌરાષ્ટ્રના રાજા શીલાદિત્યની આજ્ઞાથી, પ્રખ્યાત વલભીપુરના શ્રી ધનશ્વર સૂરિયે શત્રુંજયમાહાસ્યનો ગ્રંથ રચ્યો છે, તેના ઉપરથી સાર કહાડીને રચેલા પુસ્તકમાંથી થોડી વધારે મનોરંજક વાત જાણી અમે અહિં આપિયે છિયેઃ
ગsષભ દેવને પુત્ર, ભરત રાજા, અયોધ્યામાં રાજ્ય કરતા હતા, તે શત્રુંજયની ઉત્તર ભણુ સેના લઈ જઈને મહાશક્તિમાન પ્લેચ્છ રાજા સાથે યુદ્ધ કરવા મંડ્યો. પહેલી લડાઈમાં તો ભરત હાર્યો, પણ પછીથી બીજી લડાઈ થઈ તેમાં તે જય પામે, અને દુઃખની વેળાએ છોકરું જેમ પોતાની માતા ભણી દડી જાય તેમ, મ્લેચ્છ રાજા, પોતાની હાર થઈ એટલે, સિધુ નદી ભણી દોડી ગયો.
ચોમાસામાં ભારતને એક જગ્યાએ ખમચી રહેવું પડ્યું, પણ માસુ ઉતરવા આવ્યું એટલે, તેના પ્રધાન સુખેણે સિંધુ નદીની ઉત્તરમાં, સમુદ્ર અને પર્વતની વચ્ચે, એક કિલ્લો હપતે તે લીધે. ભરતના ન્હાના ભાઈ બાહુબલિના પુત્ર સેમવશાએ ગષભ દેવને પ્રાસાદ બાંધ્યો (શત્રુંજય ઉપર) અને ભરતે તીર્થના ખર્ચને સારૂ સૌરાષ્ટ્રની વાર્ષિક ઉપજ અર્પણ કરી, તે દિવસથી સૌરાષ્ટ્ર, દેવદેશ કહેવાયો. ભરતને સગા શક્તિસિંહ કરીને સેરઠને અધિકારી હતો, તેને રાજાની સેના સહિત સુખનને આશ્રય મળે એટલે તેણે ગિરનાર ઉપરથી રાક્ષસોને કુહાડી મૂક્યા, અને ત્યાં મેરૂ પર્વતના જેટલા ઊંચા, આદિનાથે
૧ શત્રુંજયમાહાભ્યામાં મહિપાળ રાજાના સંબંધમાં તેના સસરા કાન્યકુબજ દેશના રાજ કલ્યાણ સુંદર તથા તેની રાણી કલ્યાણ સુંદરીનું લખાણ આપ્યું છે ખરું પણ તેઓએ સિદ્ધાચલ પર્વત ઉપર એક પણ દેવલ બંધાવ્યું હોય એ લેખ નથી.
૨ વિસ્તારપૂર્વક વર્ણન માટે જુઓ રાસમાળા પરણિકા પરિશિષ્ટ અંક ૨. ૨. ઉ.
૩ પ્રધાન સુખેણું નહિ, પણ સુબુદ્ધિ નામને હ. લડવામાં સેનાપતિ સુષેણ હતો તેને બદલે સુખે(બે)ણ લખ્યો છે તે ભૂલ છે. કિલ્લાને બદલે સિંધુનિટુર એવું નામ છે.
૪ દેવ એટલે સ્વર્ગમાં વસનાર. આ વિષેને વિશેષ ખુલાસો સમાપ્તિના પ્રકરણમાં જુવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com